-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
સરકારની ફ્રી કોરોના વેકસીન યોજનાનો વિરોધ કરવા હોર્ડિંગ પર કાળો કલર લગાવ્યોઃ ત્રણ કાર્યકરને લોકઅપ જોવી પડી
માસ્ક વગર કિસાનપરા ચોકમાં પહોંચી વડાપ્રધાન-મુખ્યમંત્રીના બેનરમાં કલર ચોપડી નુકસાન કર્યુઃ એસ્ટેટ વિભાગના અધિકારીની ફરિયાદ પરથી પોલીસે અશોક પટેલ, અશોક બુટાણી, મગન ડરાણીયા સામે ગુનો નોંધ્યો

મતદાર એકતા મંચના કાર્યકરોએ કોરોના છે જ નહિ...અમે માસ્ક નહિ પહેરીએ એવા દેકારા પણ કર્યા
રાજકોટ તા. ૨૩: સરકારની કોરોના માટેની ફ્રી વેકસીન યોજનાનો વિરોધ કરવા મતદાર એકતા મંચના ત્રણ કાર્યકરોએ ગત સાંજે કિસાનપરા ચોક આઇ લવ યુ રાજકોટ નામના સેલ્ફી પોઇન્ટ પાસે મહાપાલિકાએ લગાડેલા વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટાવાળા હોર્ડિંગ પર કાળો કલર લગાડી માસ્ક પહેર્યા વગર જાહેરમાં આવી હોર્ડિંગમાં નુકસાન પહોંચાડતાં પોલીસે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.
પ્ર.નગર પોલીસે આ બારામાં મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર આશ્રય ગ્રીન્સ એચ-૪૦૧માં રહેતાં અને રા. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં આસી. મેનેજર તરીકે ફરજ બજાવતાં ભરતભાઇ લવજીભાઇ કાથરોટીયા (ઉ.વ.૪૧)ની ફરિાયદ પરથી અશોક નારણભાઇ પટેલ (ઉ.૬૬-રહે. પંચવટી સોસાયટી-૪, માધવ કૃપા રાજકોટ), અશોક નારણભાઇ બુટાણી (ઉ.વ.૪૫-રહે. માયાણીનગર-૧, પટેલ ભવન સામે રાજકોટ) અને મગન ગોપાલભાઇ ડરાણીયા (ઉ.વ.૫૮-રહે. દ્વારકાધીશ સોસાયટી-૧, શ્યામ ડેરી સામે રાજકોટ) વિરૂધ્ધ આઇપીસી ૨૬૯, ૧૧૪ અને ધી પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.
એસ્ટેટ વિભાગના આસી. મેનેજરશ્રી કાથરોટીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગુરૂવારે સાંજે પાંચેક વાગ્યે હું મારી ફરજ પર હતો ત્યારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં રૈયા રોડ અન્ડર બ્રિજ બાલભવનની સામેના ભાગે સેલ્ફી પોઇન્ટ 'આઇ લવ રાજકોટ' છે ત્યાં ઉપરના ભાગે મ્યુ. કોર્પોરેશન દ્વારા બેનર લગાડવામાં આવ્યા છે. આ હોર્ડિંગમાં કોરોનાની ફ્રી વેકસીનની જાણકારી આપતી વિગતો સાથે વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીના ફોટા હોઇ તેના પર ત્રણ શખ્સો માસ્ક પહેર્યા વગર કાળો કલર લગાડતાં દેખાયા હતાં. તેમજ સરકારની ફ્રી કોરોના વેકસીનની યોજનાનો વિરોધ કરી બેનરોને નુકસાન કરતાં દેખાયા હતાં.
આ વિડીયોને આધારે અમે તપાસ કરતાં આ ત્રણ શખ્સો અશોક પટેલ, અશોક બુટાણી અને મગન ડરાણીયા હોઇ માસ્ક પહેર્યા વગર કોરોના ફેલાય તેવું કૃત્ય કરી તેમજ જાહેર મિલ્કતને નુકસાન પહોંચાડ્યું હોઇ ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. ત્રણેયના આ કૃત્યથી મહાપાલિકના હોર્ડિંગમાં રૂ. ૨૫૦૦નું નુકસાન થયું છે.
પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે. ડી. પટેલની રાહબરીમાં એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. ત્રણેયએ રાત લોકઅપમાં વિતાવવી પડી હતી. આ ત્રણેય મતદાર એકતા મંચના કાર્યકરો છે. અશોક પટેલ અગાઉ હેલ્મેટના કાયદાનો વિરોધ કરવા માટે પણ જાણીતા બન્યા હતાં. કાર્યકરોની ધરપકડ થતાં આજે સવારે પોલીસ સ્ટેશન ખાતે બીજા કાર્યકરો ઝંડા સાથે પહોંચ્યા હતાં.