Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

inifd ના વિદ્યાર્થીઓ દ્વારા ફેશન શો

ઇનટરનેશન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ફેશન ડીઝાઇન (આઇએનઆઇએફડી) દ્વારા ફેશન ડીઝાઇનના વિદ્યાર્થીઓ માટે એક આંતરરાષ્‍ટ્રીય કક્ષાનો ફેશન શો યોજવામાં આવ્‍યો હતો. ‘અ નાઇટ ઓફ રો ટેલેન્‍ટ' શીર્ષકતળે યોજાયેલ આ ફેશન શો માં ૧૯ થી વધુ થીમ પર ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઇકોફ્રેન્‍ડલી મટીરીયલ તેમજ હાથેથી ગુંથેલા યુનિક ગારમેન્‍ટ તેમજ કચ્‍છના અજરક કાપડમાંથી બનાવેલ વષાોનું પ્રદર્શન કરાયુ હતુ. ૧૫૦ થી વધુ હાઇફેશન, ઇનટરનેશનલ ટ્રેન્‍ડઝ અને યુનિક કન્‍સેપ્‍ટસ રજુ કરાયો હતો. કચ્‍છના ભુજોડીના અનેક એવોર્ડ વિજેતા વિશ્રામજીભાઇ વાલજી વણકરે ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડયુ હતુ. આ તકે તેઓનું આઇએનઆઇએફડીના વિદ્યાર્થીઓ દ્વારા સન્‍માન કરવામાં આવેલ. સંસ્‍થાના સીઇઓ અનીલ ખોસલાએ ઉપસ્‍થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્‍સાહ વધાર્યો હતો.

(4:09 pm IST)