Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કોર્પોરેશનમાં ર૪ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણુંક આપવા ડીપીસી કમિટી દ્વારા મંજૂરી

ડિપાર્ટમેન્‍ટલ પ્રમોશન કમિટીની બેઠકમાં નિમણુંક અંગેના નિર્ણયો

રાજકોટ તા. ર૩: મહાનગર પાલિકામાં ડિપાર્ટમેન્‍ટલ પ્રમોશન કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓને સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ બઢતી ઉચ્‍ચતર પગાર ધોરણ તથા સ્‍વૈચ્‍છિક નિવૃત/અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને રાજકોટ મહાનગરપાલિકામાં સફળ સહાયક તરીકે નિમણુંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા અને જરૂરી નિર્ણય કરવામાં આવેલ હતા.
ડી.પી.સી. કમિટીમાં બઢતી બાબતે સિનિયર કલાર્ક સંવર્ગમાંથી હેડ કલાર્ક સંવર્ગમાં ખાલી પડેલ ૦૧(એક) જગ્‍યા પર સિનિયર કલાર્ક ભાવસિંહ પથુભા તુવરાને હેડ કલાર્ક સંવર્ગમાં બાંધકામ શાખામાં બઢતી આપવામાં આવેલ અને તેમજ મદદનીશ ઇજનેર (સિવિલ) સંવર્ગમાંથી નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) સંવર્ગમાં ખાલી પડેલ ૦૧ (એક) જગ્‍યા પર મદદનીશ ઇજનેર (સિવિલ) ધીરેન નટવરસિંહ કાપડિયાને નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) સંવર્ગમાં ટાઉન પ્‍લાનિંગ શાખામાં બઢતી આપવામાં આવેલ.
જે કર્મચારીઓએ રાજકોટ મહાનગરપાલિકામાં ૧ર વર્ષ અને ર૪ વર્ષ ફરજનો સમયગાળો પુર્ણ કરેલ હોય તેવા વર્ગ-૦૩ના કુલ-૦૮ કર્મચારીઓના તથા વર્ગ-૦૪નાં કુલ-૧૪ કર્મચારીઓના ઉચ્‍ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવ્‍યા છે.
સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખામાં ફરજ બજાવતા સફાઇ કામદાર કર્મચારીઓના પણ ૧ર અને ર૪ વર્ષના ઉચ્‍ચતર પગાર ધોરણના કિસ્‍સાઓની સમક્ષા કરવામાં આવેલ. જેમાં કુલ-પ૩ સફાઇ કામદારોના ઉચ્‍ચતર પગાર ધોરણના કિસ્‍સાઓની સમીક્ષા કરવામાં આવેલ. જેમાં કુલ-પ૩ સફાઇ કામદારોના ઉચ્‍ચતર પગાર ધોરણ મંજુર કરવામાં આવ્‍યા તથા જે સફાઇ કામદારો સ્‍વૈચ્‍છિક નિવૃત થયેલ હોય/સફાઇ કામદારોનું દુઃખદ અવસાન થયેલ હોય તેવા કર્મચારીઓના વારસદારને સફાઇ સહાયક તરીકે નિમણુંક આપવા બાબતે કમિટી દ્વારા સમીક્ષા કરતા કુલ-ર૪ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણુંક આપવા ડી.પી.સી. કમિટી દ્વારા મંજુરી આપવામાં આવેલ છે.
રાજકોટ મહાનગર પાલિકામાં ફરજ બજાવતા કુલ-૦ર કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-૭પ કર્મચારીઓના ઉચ્‍ચતર પગાર ધોરણ અને કુલ-ર૪ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણુંક આપવા બાબતે ડી.પી.સી. કમિટી દ્વારા મંજુરી આપવામાં આવેલ છે.

 

(4:09 pm IST)