Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

શ્રી સત્‍ય સાંઈ હાર્ટ હોસ્‍પિટલ રાજકોટ અને અમદાવાદ દ્વારા એક જ દિવસમાં ૧૧ હૃદયરોગના દર્દીઓને નવજીવન

૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, ૪ આઈસીયુ- આઈસીસીયુ અને કેથ લેબની સુવિધાઃ ડો.કલામે આ હોસ્‍પિટલને ‘દિલ વિધાઉટ બીલ'ના નામથી બીરદાવેલ

રાજકોટઃ  શ્રી સત્‍ય સાંઈ હોર્ટ હોસ્‍પિટલ રાજકોટ અને અમદાવાદમાં એક જ દિવસમાં ૧૧ હૃદય રોગના દર્દીઓને વિનામૂલ્‍યે ઓપરેશન કરીને નવું જીવન પ્રદાન કર્યું છે.

શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ રાજકોટ અને અમદાવાદ કે  જે ભારતની સૌથી મોટી બાળકો માટેની હૃદય રોગની ચેરીટેબલ હોસ્‍પિટલ છે કે જે બાળકોના હૃદયના ઓપરેશન જેનો કોઈ પણ હોસ્‍પિટલમાં ૩ થી ૫ લાખ ખર્ચો થાય છે તેવા મોંઘા ભાવના ઓપરેશન વિનામૂલ્‍યે કરે  છે.

આ હોસ્‍પિટલ દ્વારા દેશના અગલગ અલગ રાજ્‍યો સાથે કરાર થયેલ છે જેમાં ઓડિશા, રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશ અને બિહારના હૃદય રોગના દર્દીઓની સારવાર વિના મૂલ્‍યે કરવામાં આવે છે.

૩૧૦ બેડ, ૪ ઓપરેશન થીએટર, ૪ આઈસીયુ-આઈસીસીયુ, અને કેથ લેબ ધરાવતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, કાશિન્‍દ્રા સેવા ક્ષેત્રે અનન્‍ય મિસાલ બની રહી છે. અહીં ધર્મ, જાતિ કે લિંગના ભેદભાવ વિના તમામ બાળદર્દીઓના વિનામૂલ્‍યે ઓપરેશન કરવામાં આવે છે.

‘દિલ વિધાઉટ બીલ'ના નામે જાણીતી શ્રી સત્‍ય સાઈ હાર્ટ હોસ્‍પિટલ, , ભૂતપૂર્વ રાષ્‍ટ્રપતિ શ્રી એ. પી. જે.  કલામે આ હોસ્‍પિટલને ‘દિલ વિધાઉટ બીલ'ના નામથી બીરદાવેલ છે.

રાજકોટ  છેલ્લાં ૨૨ વર્ષથી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે સેવાની અનોખી સુવાસ ફેલાવી રહી છે. આ હોસ્‍પિટલમાં પુખ્‍ત અને બાળકોના તમામ પ્રકારના હૃદયના ઓપરેશન વિનામૂલ્‍યે થાય છે. જેનો લાભ ભારતના તમામ રાજ્‍યોના ગરીબ હૃદય રોગના દર્દીઓ છેલ્લા ૨૨ વર્ષ થી મેળવી રહ્યા છે.અત્‍યાર સુધીમાં ૧૦,૦૦,૦૦૦થી વધારે દર્દીઓની ઓપીડીમાં સારવાર કરવામાં આવી છે , અને ૨૦,૦૦૦થી વધારે હૃદય રોગના ઓપરેશનો નિઃશુલ્‍ક કરવામાં આવ્‍યા છે.

ડો. સ્‍ટીવન ઇ. નિસેન, ક્‍લેવલેન્‍ડ કિલનિકના કાર્ડિયોવેસ્‍કયુલર મેડિસિનના ના ચેરમેન, ક્‍લેવલેન્‍ડ, ઓહિયો યુ.એસ. એ  આ હોસ્‍પિટલ ની મુલાકાત દરમિયાન ખુબજ પ્રભાવિત થયા હતા.

દર્દીઓની યાદી

અમદાવાદ હોસ્‍પિટલ

(૧) રાધિકા, પીડીએ, (૨)નફીસા, VSD, (૩) નંદિની, VSD, (૪) પલક, VSD, (૫) પવન, VSD, (૬) પ્રિન્‍સ, PDA+ASD, (૭)ચંદન, એએસડી સર્જિકલ, (૮) આયુષ, એએસડી સર્જિકલ,

રાજકોટ હોસ્‍પિટલ

(૧) શૈલેષભાઈ, પી.ટી.સી.એ, (૨)    જ્ઞાની રામ-ભાવ, TAPVC,  (૩) સાન્‍યા નૂર, એએસડી સર્જિકલ.

(4:08 pm IST)