Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજકોટમાં પ હજાર કારખાના સુચિતમાં ઉભા છેઃ રેગ્‍યુલાઇઝડ કરો

રાજયભરમાં અમલવારી કરાય તો સરકારને અબજોનો ફાયદો થાયઃ અનેક વખત રજુઆતો કરાઇ છેઃ હવે ૩૦ દિ'નું અલ્‍ટીમેટમ... :રાા લાખ મઝદૂરો રોજી રોટી કમાય છેઃ ૧૦ લાખ વ્‍યકિતનો નિભાવ થાય છેઃ મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને ઇન્‍ડ. સુચિત સોસાયટી એસો.નું આવેદન

રાજકોટ ઇન્‍ડ. સુચિત સોસાયટી એસો.ના આગેવાનો કમારખાનેદારોએ મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવ્‍યું હતું.
રાજકોટ તા. ર૩: શહેર ઇન્‍ડ. સુચિત સોસાયટી એસો.એ મુખ્‍યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી સરકારના નિતી વિષયક નિર્ણય અંગે રાજકોટ શહેરમાં આવેલ ઔદ્યોગિક સુચિત સોસાયટીઓને રેગ્‍યુલાઇઝ કરી આપવા અંગે માંગણી કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ શહેરમાં ઇન્‍ડસ્‍ટ્રીઝ સુચિત સોસાયટી એસોસીએશનના હોદેદારો સભાસદો છીએ. રાજકોટ શહેરમાં લઘુ ઉદ્યોગોના બાંધકામો થયેલ છે જે બાંધકામો નિયમીત કરી આપવા અંગેની વિનંતી અનેક વખત સરકારમાં કરવામાં આવેલ છે પરંતુ આજદિન સુધી કોઇ હકારાત્‍મક અભિગમ દાખવવામાં આવેલ નથી રાજકોટ શહેરમાં આવી ત્રીસ-પાત્રીસ સુચિત સોસાયટીમાં ઇન્‍ડસ્‍ટ્રીઝ આવેલ છે જેની ફેકટ અને ફિગર જોવામાં આવે તો આશરે નાના-મોટા પાંચ હજાર જેટલા કારખાનાઓ આવેલ છે જેમાં અઢી લાખ જેટલા મજદુરો કારીગરો પોતાની રોટી રોટી કમાય છે અને આશરે દસેક લાખ વ્‍યકિતઓનો નિભાવ થાય છે. જેથી પબ્‍લીક એટ લાર્જ ઇન્‍ટરેસ્‍ટ ધ્‍યાને લેગવામાં આવે તો પણ આવી સ્‍મોલ સ્‍કેલમાં રહેલ ઇન્‍ડસ્‍ટ્રીઝનાના કારખાનાઓને નિયમીત-રેગ્‍યુલાઇઝડ સરકારના નિતીવિષયક અનુસાર ચાર્જ વસુલીને કરી આપવા જોઇએ એવી અમારી રજુઆત છે.
જે સુચિત સોસાયટીમાં ઇન્‍ડસ્‍ટ્રીઝો આવેલ છે તે વર્ષોથી એટલે કે છેલ્લા ત્રીસ-ચાલીસ વર્ષથી આવેલ છે. આ સુચિત સોસાયટી ઇન્‍ડસ્‍ટ્રીઝ બનવાનું મુખ્‍ય કારણથી પણ સરકાર સુવિદીત છે, કારણ કે આપણા રાજયમાં યુ.એલ.સી. એકટ ૧૯૭૬ અમલમાં આવેલછ અને ૧૯૯૯ માં રદ્દ થયેલ જે કાયદાનો મુખ્‍ય હેતુ શહેરી વિસ્‍તારોમાં એક વ્‍યકિતને ૧પ૦૦ ચો.મી.થી વધુ જગ્‍યા પ્રાપ્‍ત થતી ન હતી તેથી આવા ખાતેદાર ખેડૂતે આ કાયદામાંગથી છટકબારી મેળવવા માટે પોતે સુચિત સોસાયટી બનાવી વેચાણ કરી અવેજની રકમ વસુલીી લીધેલ પરંતુ આવી મિલ્‍કત જમીન ખરીદનારને કોઇ લીગલ ટાઇટલ પ્રાપ્‍ત થયેલ નહીં જેથી આવી મિલ્‍કતને સરકારે યોગ્‍ય ચાર્જ નિયમીત કરી આપવા અંગેનો નિતીવિષયક નિર્ણય લીધેલ. પરંતુ તે નિર્ણયની આજદિન સુધી આવા સ્‍મોલ સ્‍કેલ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં અમલવારી કરવામાં આવેલ નથી. જે ઘણી સુચક બાબત છે.
જો સમગ્ર રાજયમાં આ નિતીવિષયક નિર્ણયની અમલવારી કરવામાં આવે તો સરકારશ્રીને અબજો રૂપિયાનો ફાયદો થાય તેમ છે તેમજ દરેક નાના કારખાના ધારકોને લીગલ ટાઇટલ મળે તો લોન સવલત તથા પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, રસ્‍તા, ગટર, ડ્રેનેજ વગેરે પ્રાપ્‍ત થાય તેમ છે. પરંતુ આવી કોઇ પ્રાથમિક સુવિધાનો આવા કોઇ કારખાના ધારકોને આજદિન સુધી તેઓ સરકારી વેરાઓ, હાઉસ ટેક્ષ તથા અન્‍ય વેરાઓ, ભરપાઇ કરતા હોવા છતાં મળતી નથી જેથી તે સંબંધ હકારાત્‍મક અભિગમ દાખવવો ખૂબ જ જરૂરી તથા ન્‍યાયી છે.
પીજીવીસીએલ દ્વારા પણ નાના કારખાના ધારકોને ખૂબ અન્‍યાય કરવામાં આવી રહેલ છે, કોઇ નવું કનેકશન આપવામાં આવતું નથી અને અગાઉ બે ગણો ચાર્જ વસુલીને ઇલેકટ્રીક કનેકશન આપેલ જે કિન્‍નાખોરી યુકત વર્તણુંકને ધ્‍યાને લઇ જરૂરી છે.
અમો નાના કારખાના ધારકો દ્વારા સરકાર અનેક વખત રજુઆતો કરવામાં આવેલ છે પરંતુ કોઇ અગમ્‍ય કારણોસર હકારાત્‍મક અભિગમ આજદિન સુધી દાખવવામાં આવેલ નથી. જેથી વિધાઉટ એજયુડાઇઝ આ નિવેદન-કમ-નોટીસ પાઠવી જાણ કરવાની કે દિવસ-૩૦ માં હકારાત્‍મક અભિગમ દાખવી યોગ્‍ય ઉકેલ લાવવા વિનંતી, ન છૂટકે અમોને ગાંધી ચિંધ્‍યા રાહે તથા સરદાર પટેલ સાહેબે ચિંધ્‍યા રાહે તેમજ અમારા બંધારણીય હકકના રક્ષણ માટે કાર્યવાહી કરવાની ફરજ પડશે.

 

(4:07 pm IST)