Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રણછોડદાસજીબાપુ હોસ્‍પિટલ રાજકોટ દ્વારા બનારસ ખાતે ૫ માસ સુધી ચાલ્‍યો નેત્ર યજ્ઞઃ ૭૮૨૩૦ દર્દીઓને નવી દ્રષ્‍ટિ

રાજકોટઃ તા.૨૩ પૂ.શ્રી.સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ સન  ૧૯૬૨માં બનારસ, રામનગરમાં શ્રી ગુરૂપર્ણિમાં ઉત્‍સવ ભકતસમૂહ  સાથે કરી હતી, તે જ પવિત્ર ભૂમિમાં વર્ષો પહોલા તેઓનાં પવિત્ર ચરણાવિંદ પડયા છે, એવા રામનગરમાં પ.પૂ.શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીએ વર્ષો પહેલાં રામનગર (બનારસ)નાં ગરીબ વિસ્‍તોનાં તેઓના સુક્ષ્મ અવલોકન સમા તેઓશ્રીના પ્રેરણા અને આશિર્વાદથી ‘‘મરીજ મેરે ભગવાન હૈ'' તથા ‘‘ મૂજે ભૂલ જાના, નેત્ર યજ્ઞ કો નહિ ભૂલના'' દિવ્‍ય જીવન સિદ્ધાંતને  અનુસરીને તેમના જ મહાસંકલ્‍પ રૂપે શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ, રાજકોટ દ્વારા ઉત્તરપ્રદેશમાં કે જયાં માં ગંગા તથા ભગવાન કાશીવિશ્વનાથ  સાક્ષાત બિરાજમાન છે, તે પવિત્ર ભૂમિના બનારસ તથા આજુબાજુના ં વિસ્‍તારનાં ગરીબ તથા આંખના  મોતિયાનાં દર્દીઓ માટેમોતિયાનાં કેમ્‍પની નિઃશુલ્‍ક ઓપરેશન મહાશિબિરનું અયોજન તા.૧૯/૧૧/૨૧થી  તા.૩૦/૦૪/૨૨ સુધી કરવામાં આવેલ
જે નિઃશુલ્‍ક મહાશિબિરમાં પ.પૂ.શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રીની સ્‍વયં ઉપસ્‍થિત કરાવતી  ઝાંખી તથા તેમની જ અસિમ કૃપાથી આ  મહાશિબિરમાં ૭૮,૨૩૦ મોતિયાનાં ઓપરેશન પરિપૂર્ણ થયેલાં છે. જેમા બનારસ તથા આજુબાજુનાં ગ્રામ્‍ય તથા શહેરી વિસ્‍તારનાં તથા અન્‍ય રાજયો, બિહાર વિગેરેમાંથી બાળકોથી લઇને મોટા વૃદ્ધ દર્દી  ભગવાનનાં ઓપરેશન કરીને તેઓને આંખોની દિવ્‍ય ગુરુદ્રિષ્‍ટ રૂપી રોશની પ્રાપ્ત કરેલ છે.
આ તમામ દર્દી ભગવાનને ખાસ બે કિલો ચોખા રહેવા, જમવા, ચા, નાસ્‍તો, મીઠી બુંદી, દવા, ટીંપા, કાળા, ચશ્‍મા તથા ઓપરેશન પછી ખાસ પાવરવાળા ચશ્‍મા તથા એક એક ધાબળો અને ભાડા માટે રૂા. ૧૦૦ રોકડા તથા અત્‍યાધુનિક સાધન ફેકોમશીનથી ટાંકા વગરનું તથા સોફટ ફોલ્‍ડેબલ નેત્રમણી આરોપણ કરવામાં આવી હતી.  આ મહાનેત્રયજ્ઞ શિબિરમાં દરરોજ બંન્‍ને ટાઇમ બપોર તથા સાંજ દર્દી ભગવાન તથા તેમની સાથે આવેલ સાથીદાર સાથે દરરોજનાં ૪૦૦૦ લોકોને બંન્‍ને સમય એમ કુલ ૮૦૦૦ લોકોને ભોજન પ્રસાદ આપવામાં આવતું હતુ, આમ ૫(પાંચ) માસમાં આશરે ૧૫ લાખ લોકોને ભોજનરૂપી મહાપ્રસાદ લીધેલ હતો. ઓપરેશન કરેલ દરેક દર્દી ભગવાનની આરતી ઉતારી તેમને નમન કરવામાં આવે છે., કારણકે પ.પૂ.શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુની કહ્યુ છે કે, દર્દીમાં જ ઇશ્વર છે'' માટે દરરોજ તેમની આરતી ઉતારવામાં આવતી હતી.આ નિઃશુલ્‍ક મહાનેત્રયજ્ઞ મહાશિબિર પ.પૂ.શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજીબાપુશ્રી તેઓની સદેહ હાજરીમાં જે રીતે નેત્રયજ્ઞનું આયોજન કરી રહ્યા હતા , તે જ પ્રમાણે આ મહાશિબિરનું વિશાળ પંડાલ, રસોડા, ઓ.પી.ડી વિભાગ, જાંચ કેન્‍દ્ર, રસોઇઘર, વોર્ડ તથા પ.પૂ.શ્રી સદ્‌ગુરુદેવ ભગવાનશ્રી રણછોડદાસજી બાપુશ્રીની ગુરુમઢી તથા કાશીવિશ્વનાથ ભગવાનની સ્‍થાપના સાથે એક વિશાળ પરિસરમાં સદ્‌ગુરુનગર ઊભું કરવામાં આવ્‍યુ હતુ. આ મહાશિબિર મહાનેત્રયજ્ઞમાં ૫ (પાંચ) માસ સુધી દર્દી ભગવાનની અનન્‍ય સેવા કરવામાં આવી હતી

 

(3:40 pm IST)