Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

માધાપર સર્વે નં. ૧૧૧ની પ એકર જમીન ખાનગી ઠેરવવા સામે કલેકટરનો મનાઇ હુકમ

કરોડોની જમીનનો મામલો... : જે તે સમયે તાલુકા મામલતદાર-પ્રાંત દ્વારા કાર્યવાહી થઇ હતીઃ કલેકટરે કેસ રિવીઝનમાં લઇ ૮ થી ૧૦ પાર્ટીઓને નોટીસ ઇસ્‍યુ કરી... : આ જમીનમાં અંદરખાને રાજકોટના મોટા રાજકીય માથાઓઃ જબરા કડાકા-ભડાકા

રાજકોટ તા. ર૩: માધાપર સર્વે નં. ૧૧૧ ની પ એકર જે કરોડોની જમીન થવા જાય છે, તે જમીન મોલીયા પરીવારના કુલ ૮ થી ૧૦ વ્‍યકિતઓને નામે ચડાવી દેવાયેલ અને બાદમાં આ જમીન રાજકોટના ર થી ૩ મોટા રાજકીય માથાઓ સામેલ થઇને ખરીદી લીધાનું કહેવાય છે, પરંતુ હાલ નોંધ નથી પડી તે જમીન અંગેના ચુકાદાને કલેકટરે રીવીઝનમાં લઇ મનાઇ હુકમો આપી નોંધ રદ્દ કરી હાલની વર્તમાન પાર્ટીઓને કારણદર્શક નોટીસો ફટકારતા ખળભળાટ સર્જાઇ ગયો છે, કલેકટર દ્વારા કુલ ૮ થી ૧૦ આસામીઓને નોટીસ અપાઇ છે, આ કેસ લેન્‍ડ-રીવીઝન/૧૦૮(૬), કેસ નં. ૧૪/ર૦રર હોવાનું ટોચના સુત્રોએ ઉમેર્યું હતું.

અધીકારી સાધનોના કહેવા મુજબ જે તે સમયના તાલુકા મામલતદાર અને પ્રાંત દ્વારા ખાનગી ઠેરવી દેવાયેલ તેમજ જમીનની બાજુમાં પ એકર સરકારી ખરાબાની જમીન હતી, તેનું માપણીમાં ખોટુ અર્થઘટન કરી ખાનગી ઠેરવી દીધાનો કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુને ધ્‍યાને આવતા તેઓ ચોંકી ઉઠયા હતા, અને સર્વે કરી આખો કેસ રિવીઝનમાં લઇ જમીન ખાનગી ઠેરવવા સામે મનાઇ હુકમ આપી ખરીદ વેચાણની નોંધ પણ રદ્દ કરી નાંખી છે, અને મોલીયા પરીવારના જેના નામ બોલે છે, તે તમામને કારણદર્શક નોટીસ ફટકારી છે.

વધુમાં વિગતો મુજબ મામલતદાર, રાજકોટ તાલુકા દ્વારા નોંધ નં. ૧૦૦૦પ નવી માપણી અમલમાં આવતા ઘટેલ જમીન એ. પ-ર૬ ગું. ર૦ પટ્ટ આકાર લઇ અરજદારના નામે દાખલ કરવા નોંધ તા. પ/૭/ર૦૧૮ થી પ્રમાણિત કરવામાં આવેલ છે. સદરહું નોંધ નં. ૧૦૦૦પ, તા. ર૯/પ/ર૦૧૮ ના રોજ દાખલ કરવામાં આવેલ ત્‍યારે અરજદાર દ્વારા લે. રે. કો. ૩૭(ર) તળે દાખલ કરેલ કેસ નં. ૧(ક)/૦૧-૦ર ના પ્રોસીડીંગ્‍ઝ ચાલુ હતા. આ કેસમાં તા. ૧/ર/ર૦૧૮, તા. ર૩/૧/ર૦૧૮ તથા ત્‍યારબાદ પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-ર દ્વારા આપવામાં આવેલ સમન્‍સની બજવણી મામલતદાર, રાજકોટ તાલુકાને કરવામાં આવેલ હતા. આમ વાદગ્રસ્‍ત જમીનમાં કલમ-૩૭(ર) તળેના પ્રોસીડીંગ્‍ઝ પ્રાંત કચેરીમાં ચાલતા હોવાનું જાણતા હોવા છતાં ગેરકાયદેસર તેમજ અનિયમીતતાપૂર્ણ રીતે નોંધ નં. ૧૦૦૦પ ગામ દફતરે દાખલ કરી પ્રમાણિત કરવામાં આવેલ છે.

અરજદારના ખાતે ઘટતી જમીન એ. પ-ર૬ ગુંઠા કરી આપવામાં આવેલ છે. તે સરકારી ખરાબાના ખાતા નં.૧૩૯ ના સ.નં. ૧૧૧/૧પૈ. ર૮/પૈ. ૧/પૈ. ૧ માંથી ઘટાડી અરજદારના ખાતે ચડાવી આપવામાં આવેલ છે. સરકારી ખરાબાની જમીન સરકારશ્રી દ્વારા નિર્ધારીત થયેલ લે.રે.કો. ૩૭(ર) તળે કોઇ કાર્યવાહી કર્યા વિના ખાનગી નામે ચડાવી આપવામાં આવેલ છે. જે કાયદાથી વિપરીત હોય રીવીઝનમાં લઇ રદ કરવા કારણદર્શક નોટીસઇસ્‍યુ કરીને મનાઇ હુકમ આપવામાં આવેલ છે.

જયારે મુળ નોંધ નં. ૧૦૦૦પ પણ ગેરકાયદેસર તથા અનિયમીતતાપૂર્ણ દાખલ થયેલ હોય અને રીવીઝનમાં લઇ રદ થવાને પાત્ર હોય, ત્‍યારે શ્રી કરશનભાઇ રણછોડભાઇ મોલીયા વિ. દ્વારા સ. નં. ૧૦૯ ની જમીન હે. ૦૦-૪પ-પ૩ ચો.મી.નું વેચાણ શ્રી રમેશભાઇ ગોવિંદભાઇ વેકરીયાને કરવામાં આવેલ છ.ે અને જેના અનુસંધાને ગામ દફતરે નોંધ નં. ૧૦૦પ૬ દાખલ થઇ પ્રમાણિત કરવામાં આવેલ છે. જે પણ અનિયમીતતાપૂર્ણ અને ગેરકાયદેસર બનતી હોય રીવીઝનમાં લઇ રદ થવાને પાત્ર છે.

નોંધ નં. ૧૦૦૦પ થી સદરહું સરકારી હેડે ચાલતી જમીન ગેરકાયદેસર રીતે ખાનગી ઇસમને ખાતે ચડાવી દેવામાં આવેલ હોય, અને સદરહું નોંધ રીવીઝનમાં લઇને રદ કરવાને પાત્ર હોય, ત્‍યારે વાદગ્રસ્‍ત જમીનમાં દાખલ થયેલ બોજા નોંધો નં. ૧૦૧૦પ, ૧૦૦૯પ, ૧૦૧૦૬, ૧૦૧૧૧, ૧૦૧૧ર, ૧૦૧ર૧, ૧૦૧૬૧ પણ રીવીઝનમાં લઇને રદ કરવાને પાત્ર બને છે. મોલીયા પરીવારના જે ૮ થી ૧૦ લોકો છે તેમાં કરશનભાઇ રણછોડભાઇ મોલીયા, નારણભાઇ રણછોડભાઇ મોલીયા, ખીમજીભાઇ રણછોડભાઇ મોલીયા, ભરતભાઇ રણછોડભાઇ મોલીયા, હરેશભાઇ રણછોડભાઇ મોલીયા, રાજેશભાઇ રણછોડભાઇ મોલીયા, સુરેશભાઇ રણછોડભાઇ મોલીયા, રમેશભાઇ ગોવિંદભાઇ વેકરીયાનો સમાવેશ થાય છે.

(3:32 pm IST)