Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

કોઠારિયા રોડ પર ગાયત્રી હોલમાં લગ્ન પ્રસંગમાં ક્રાઇમ બ્રાંચ ત્રાટકી : જુગાર રમતા ૮ ઝડપાયા

૪૬ હજારની રોકડ કબજેઃ ડીસીપીની એલસીબી ટીમે રામાપીર ચોકડી પાસે મકાનમાંથી સાતને ઝડપી લીધાઃમાલવીયાનગર પોલીસે છ શખ્‍સોને પકડયા

રાજકોટ, તા.,૨૩: કોઠારીયા રોડ મેહુલનગર મેઇન રોડ પર ગાયત્રી હોલમાં લગ્ન પ્રસંગમાં ક્રાઇમ બ્રાંચે બાતમીના આધારે દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા આઠ શખ્‍સોને પકડી લીધા જ્‍યારે ડીસીપી ઝોન-ર ની એલસીબીની ટીમે મહિલાના મકાનમાં દરોડો પાડી સાત શખ્‍સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ કોઠારિયા રોડ મેહુલનગર મેઇન રોડ પર આવેલા ગાયત્રી હોલમાં કેટલાંક શખ્‍સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રૌંચના કોન્‍સ. રણજીતસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, રોહીતભાઇ કછોટને બાતમી મળતા ગાયત્રી હોલમાં દરોડો પાડી લગ્નપ્રસંગમાં તીનીપત્તીનો જુગાર રમતા  ધોરાજીના કુંભારવાડા, ભુખી ચોકડી પાસે રહેતો અસ્‍પાક જીવાભાઇ પીંજારા, કોઠારીયા રોડ ભરતવન સોસાયટીના અલ્‍તાફ બસીરભાઇ હેરંજા, થોરાળામાં મનહર સોસાયટી શેરી નં.૭ ના હમીદ હારૂનભાઇ મીનવાડીયા, ભરતવન સોસાયટીના જાકીર આદમભાઇ મીનીવાડીયા, જંગલેશ્વર શેરી નં.૧૩ના નઇમ દિલાવરભાઇ ચુડાસમા, ભરતવન સોસાયટીના અજીજ બહાઉદ્દીનભાઇલ હોથી,  ધોરાજી કુંભારવાડાના હસન બોદુભાઇ મીનીવાડીયા અને ભીલવાસ શેરી નં.ર ના આસીફ જીવાભાઇ મીનીવાડીયાને પકડી લઇ રૂા.૪૬,૮૪૦ની રોકડ સહીતની મતા કબજે કરી હતી.
આ કામગીરી પીઆઇ વાય. બી. જાડેજા, જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.કામલીયા, હેડ કોન્‍સ. ભરતસિંહ પરમાર, કોન્‍સ. રણજીતસિંહ જાડેજા, ધર્મેન્‍દ્રસિંહ, રોહીતભાઇ દ્વારા કરવામાં આવી હતી.
જ્‍યારે બીજા દરોડામાં રામાપીર ચોકડી પાસે મક્કમ ડુપ્‍લેક્ષ બ્‍લોક નં.૨૬માં મહિલા સંચાલિત જુગારધામ ચાલતુ હોવાની ડીસીપી ઝોન-રની એલસીબીના હેડ કોન્‍સ. રાહુલભાઇ ગોહેલ, હરપાલસિંહ જાડેજા, મોૈલીકભાઇ સાવલીયા તથા કોન્‍સ. જેન્‍તીભાઇ ગોસ્‍વામીને બાતમી મળતા બ્‍લોક નં.૨૬માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક અરૂણાબેન નરેન્‍દ્રભાઇ ગરૈયા, બાબરાના હાલ કૃષ્‍ણનગરના દિલીપ ચંદુભાઇ જસાણી, ભગવતીપરા ધરમનગર શેરી નં.ર ના કિરીટ નાથાભાઇ ગોહેલ, જીવરાજ પાર્ક, કોટીયાર્ડ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં.એફ/૪૦૪ ના સંજય વલ્લભાઇ કુંડારીયા, ધરમનગર આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. ૨૯ ના પ્રભુદાસભાઇ મનજીભાઇ વાડોલીયા, હંસરાજનગર શેરી નં.૧ ના નુરા હાજીભાઇ જુણેજાને પકડી લઇ રૂા.૧૯૧૦૦ ની રોકડ, છ મોબાઇલ અને ૪ બાઇક મળી રૂા.૨,૧૪,૧૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. આ કામગીરી પીએસઆઇ એ.એલ બારસીયા, હેડ કોન્‍સ.હરપાલસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, મોૈલીકભાઇ સાવલીયા, રાહુલભાઇ ગોહેલ, કોન્‍સ. જેન્‍તીગીરી ગોસ્‍વામી, અમીનભાઇ ભલુર, જયપાલસિંહ સરવૈયા, મનીષભાઇ  સોઢીયા તથા કોન્‍સ. કીંજલબેન ચોૈહાણ દ્વારા કરવામાં  આવી હતી.
જ્‍યારે બીજા દરોડોમાં માલવીયા નગરપોલીસ મથકના હેડ કોન્‍સ.અજયભાઇ વીકમા તથા કોન્‍સ. અંકીતભાઇ નિમાવતને બાતમી મળતા ગોંડલ રોડ પર લોધેશ્વર સોસાયટી શેરી નં.૬માં આવેલા એક મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક, અશ્વીન પ્રતાપભાઇ ઝરીયા, તથા લોધેશ્વર સોસાયટીના ભાણજી ફકીરાભાઇ ખેરટીયા, પ્રદીપ હસમુખ ઝરીયા, હસમુખ મનુખભા ઝરીયા, નવીન મધુભાઇ ઝરીયા અને ભાવેશ કરમસીંગભાઇને પકડી લઇ રૂા.૧૦,૨૦૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી, હેડ કોન્‍સ. મસરીભાઇ, દિગ્‍પાલસિંહ જાડેજા, અજયભાઇ વોકમા, કોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, મહેશભાઇ ચાવડા, અંકીતભાઇ નિમાવત તથા હિરેનભાઇ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.

 

(3:23 pm IST)