Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

મનપા દ્વારા ૧૧.૪૦ કરોડનું વેરા વળતર : ૧.૮૭ લાખ લોકોને વ્‍હોટસ એપથી વેરાબીલ મોકલાયા : ૫.૨૦ કરોડ વ્‍યવસાય વેરાની આવક

કોર્પોરેશનને એડવાન્‍સ મિલ્‍કત વેરાની રૂા. ૧૧૩ કરોડથી વધુની આવક : ૨.૧૩ લાખ પ્રમાણીક કરદાતાઓએ તિજોરી છલકાવી : આરએમસી દ્વારા વ્‍હોટ્‍સએપમાં ૧૭૫થી વધારે સેવાઓ RMC ON WHATSAPP પર ઉપલબ્‍ધ : બહોળો લાભ લેતા શહેરીજનો : વિગતો રજુ કરતા પુષ્‍કર પટેલ

રાજકોટ તા. ૨૩ : મહાનગરપાલિકા દ્વારા અગાઉના વરસોની માફક સન ૨૦૨૨-૨૩ના વર્ષમાં પણ એડવાન્‍સ મિલ્‍કત વેરા વળતર યોજના શરૂ કરવામાં આવી છે. જે અન્‍વયે આજ દિન સુધીમાં ૨.૧૫ પ્રમાણીત કરદાતાઓએ રૂા. ૧૧૩ કરોડ તંત્રની તિજોરીમાં ઠાલવી રૂા. ૧૧.૪૦ કરોડનું વળતર મેળવ્‍યું છે. તેમજ મનપા દ્વારા વેરા બીલો વોટ્‍સએપ દ્વારા મોલકવાની યોજનાનો નગરજનો દ્વારા ભરપુર લાભ લેવામાં આવે છે તેમ સ્‍ટે. ચેરમેન પુષ્‍કર પટેલે જણાવ્‍યું હતું.
આ અંગે પુષ્‍કર પટેલે જણાવ્‍યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એપ્રિલ મે તથા જુન માસમાં વેરા વળતર યોજના અમલમાં મુકવામાં આવે છે. જેમાં અનુક્રમે ૧૦% અને ૫% વળતર આપવામાં આવે છે. વર્તમાન સમયની લોકોની માંગને ધ્‍યાને લઈ, ડિજીટલ પેમેન્‍ટને પ્રોત્‍સાહન આપવાના હેતુસર ઓનલાઈન વેરો ભરનારને વિશેષ ૧% ડિસ્‍કાઉન્‍ટ આપવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષમાં અંદાજે ૨,૧૨,૫૧૫ નાગરિકોએ રૂ.૧૧૩ કરોડ થી વધારે રકમ એડવાન્‍સ ટેક્‍સએ પેટે ભરપાઈ કરી રાજકોટ મહાનગરપાલિકાની તિજોરી છલકાવેલ છે. જે પૈકી ૧,૩૫,૦૬૦ નાગરિકોએ રૂ.૬૮.૨૬ કરોડ જેવી રકમ ઓનલાઈન ચુકવેલ છે. આમ વેરો ભરપાઈ કરનાર નાગરિકો પૈકી ૬૩.૫૫્રુ નાગરિકોએ ભરપાઈ થયેલ વેરા રકમ પૈકી ૬૦.૪૦% રકમ ઓનલાઈન ભરપાઈ કરેલ છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘RMC ON WHATSAPP'અંતર્ગર્ત તેઓના વેરાબીલો વોટ્‍સઅપ દ્વારા મોકલવાની શરૂઆત કરવામાં આવેલ છે. અત્‍યાર સુધીમાં અંદાજે ૧,૮૭,૯૮૮ વેરાબીલો વોટસઅપ થી મોકલવામાં આવેલ છે. અને આ બીલોનું વોટ્‍સઅપ દ્વારા પેમેન્‍ટ કરી શકે તેવી સુવિધા આપવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં નાના મોટા ધંધાદારીઓ વ્‍યવસાય વેરો ચુકવામાં સરળતા રહે તે માટે વ્‍યવસાય વેરો પણ વોટસઅપ દ્વારા ચૂકવી શકે તેવી સુવિધા આપવામાં આવેલ છે. ચાલુ વર્ષે અંદાજે ૧૨૩૮૬ લોકો દ્વારા ૫.૨૦ કરોડ જેવી વ્‍યવસાય વેરો ભરપાઈ કરવામા આવે છે.
આ ઉપરાંત રાજકોટ શહેરના નાગરિકો મહાનગરપાલિકાની કોઈ પણ ઝોન ઓફિસ કે સિવિક સેન્‍ટરો વિગેરે સ્‍થળે રૂબરૂ આવીને વેરાની રકમ ભરપાઈ કરે તેને પણ વેરાની રસીદ વોટસઅપના માધ્‍યમ થી મોકલી આપવામાં આવે છે.
શહેરના લોકો મહાનગરપાલિકાની જુદી જુદી ફરિયાદો વોટસઅપ દ્વારા નોંધાવી શકે. તેવી સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્‍યાર સુધીમાં અંદાજે ૧૫૧૧ નાગરિકોએ પોતાની ફરિયાદ વોટસઅપ દ્વારા નોંધાવેલ છે.
અંતમાં પુષ્‍કરભાઇ પટેલએ જણાવેલ છે કે ભવિષ્‍યમાં  ‘RMC ON WHATSAPP' સુવિધાનો વિસ્‍તાર કરી વધારેમાં વધારે સેવાઓને WHATSAPP  હેઠળ આવરી લેવામાં આવશે. જેનાથી લોકોની સગવડતામાં વધારો થશે અને સાથો સાથ સમયની બચત થશે. તો આ સુવિધાનો લાભ લેવા માટે ૅ૯૧-૯૫૧૨૩૦૧૯૭૩ નંબર સેવ કરી તેના પર 'Hi' send કરી ‘RMC ON WHATSAPP'સેવાનો સરળતાથી લાભ લેવા નગરજનોને અનુરોધ કર્યો છે.(૨૧.૫૦)

 

(3:22 pm IST)