Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજકોટને વધુ એક એવોર્ડ : નેશનલ કેપિટલ ઓફ ઇન્‍ડિયા-૨૦૨૨નો ખિતાબ મળ્‍યો

અગાઉ ૨૦૧૬ - ૨૦૧૮ - ૨૦૨૦ માં પણ આ એવોર્ડ શહેરને ફાળે આવ્‍યો છે : કલાઇમેટ ચેન્‍જ સામે લડવા લીધેલ પગલા પ્રભાવશાળી રહ્યા : ડબલ્‍યુડબલ્‍યુએફના વન પ્‍લાનેટ સીટી ચેલેન્‍જ અંતર્ગત વિશ્વકક્ષાએ ગૌરવ વધાર્યુ

મેયર ડો.પ્રદિપ ડવ અને મ્‍યુનિસિપલ કમિશ્નર અમિત અરોરા એક યાદીમાં જણાવે છે કે, રાજકોટ શહેરે WWF (World Wide Fund for Nature) ના ‘One .Planet. City. Challenge. (OPCC)’ અંતર્ગત ગ્‍લોબલ કક્ષાએ ફરી એકવખત નેશનલ કેપિટલ ઓફ ઇન્‍ડિયા ૨૦૨૨નો ખિતાબ પ્રાપ્ત કરેલ છે. આ અગાઉ પણ રાજકોટ શહેર વર્ષ૨૦૧૬, ૨૦૧૮અને૨૦૨૦માં નેશનલ કેપિટલ ઓફ ઇન્‍ડિયાનો ખિતાબ મેળવી ચૂકેલ છે.રાજકોટે સ્‍વિસ એજન્‍સી ફોર ડેવલપમેન્‍ટ એન્‍ડ કો-ઓપરેશન(SDC) દ્વારા રાજકોટમાં ચાલી રહેલ CapaCITIES પ્રોજેક્‍ટ થકી આ ચેલેન્‍જમાં ભાગ લીધો હતો. રાજકોટે આબોહવા પરિવર્તન સામે લડવા માટે તેની પહેલોમાં સ્‍થિરતાને એકીકૃત કરવા તરફ પ્રગતિશીલ પગલાં હાથ ધરવા માટે વ્‍યાપક અભિગમ દર્શાવ્‍યો હતો.
‘One Planet City Challenge (OPCC)’ એક ગ્‍લોબલ ઓપન પ્રતિ સ્‍પર્ધા છે. જેમાં અત્‍યાર સુધીમાં કુલ૪૦૦થી વધુ શહેરોએ વોલેન્‍ટરીલી કાર્બન ઉત્‍સર્જન ઘટાડવા અને આબોહવાની સ્‍થિતિ સ્‍થાપકતામાં વધારો કરવા માટેના ધ્‍યેય સાથે ભાગ લીધેલ છે. આ પ્રતિસ્‍પર્ધામાં વર્ષ૨૦૨૧-૨૨દરમ્‍યાન કુલ ૫૦ દેશના ૨૮૦થી વધુ શહેરોએ તેમના અર્બન એરિયાના વિવિધ સેક્‍ટર્સ,જેમકે એનર્જી, ટ્રાન્‍સપોર્ટ, હાઉસિંગ, વેસ્‍ટ, વોટર તથા ડ્રેનેજને લગતા વિવિધ એમ્‍બિશિયસ તથા ઇનો વેટિવકલાઇમેટ એકશનને CDP-ICLEITrack નામ રિપોર્ટિંગ સિસ્‍ટમમાં રિપોર્ટ કરેલ હતા.ત્‍યારબાદ ઇન્‍ટરનેશનલ કમિટી અને સેક્‍ટર નિષ્‍ણાતો દ્વારા દરેક શહેરના ડેટાની સમીક્ષા કરવામાં આવેલ અને દરેક દેશમાંથી એક ‘નેશનલકેપિટલ' સિલેક્‍ટ કરવામાં આવેલ છે. ગ્‍લોબલ જુરી ઘ્‍વારા ભારતના ત્રણ શહેરો; કોચી, સુરત અને રાજકોટની નેશનલ કેપિટલ ઓફ ઇન્‍ડિયાના ફાઇનાલિસ્‍ટ તરીકે સિલેક્‍શન કરવામાં આવેલ, જેમાંથી રાજકોટ શહેર ફરીવખત નેશનલ કેપિટલ ઓફ ઇન્‍ડિયા ૨૦૨૨નો છે.રાજકોટ શહેરની સતત ચોથી વખત‘નેશનલ કેપિટલ ઓફ ઇન્‍ડિયા' તરીકે પસંદગી થયેલ છે,જે રાજકોટ શહેર માટે ગર્વની બાબત છે.
ઇન્‍ટરનેશનલ કમિટીએ રાજકોટ શહેરની તેમના કાર્યો માટે પ્રશંસા કરી અને રાજકોટના વિવિધ ઓછા ગ્રીનહાઉસ ગેસ ઉત્‍સર્જનને સંબંધિત પ્રોજેકટથી તેઓ પ્રભાવિત થયા હતા. રાજકોટની વિવિધ યોજનાઓ અને નક્કર કાર્યવાહી, જેમકે LED બેઝ સ્‍ટ્રીટલાઇટિંગ, ગ્રીડ-કનેક્‍ટેડ સોલારપાવર,પાણીની તંગીના જોખમોને આપવી જેવા પ્રોજેક્‍ટ્‍સને મહત્‍વપૂર્ણ ગણીને ઇન્‍ટરનેશનલ કમિટી પ્રભાવિત થયેલ.
ઇન્‍ટરનેશનલ કમિટીએ જણાવેલ કે રાજકોટ શહેરનું આયોજન સારી રીતે વિકસિત અને જવાબદાર છે.૨૦૨૦માં OPCC જીત્‍યા બાદ રાજકોટના સ્‍કોરિંગમાં થયેલો વધારો પણ ચાલુ સુધારા માટે શહેરની પ્રતિબદ્ધતાનો પુરાવો આપે છે.જે માટે રાજકોટ શહેરની રાજકીય પ્રતિબદ્ધતાની પણ ખાસ નોંધ લેવામાં આવી હતી.
રાજકોટ શહેર SDC  ફન્‍ડેડ  CapaCITIES પ્રોજેક્‍ટના ભાગ રૂપે ક્‍લાઈમેટ ચેન્‍જની દિશામાં વિવિધ પ્રયત્‍નો કરી રહેલ છે. રાજકોટ શહેરે આ પ્રોજેક્‍ટ અંતર્ગત ક્‍લાઈમેટ રેસિલિયન્‍ટ સીટી એક્‍શન પ્‍લાન બનાવેલ છે જે મુજબ સતત નવા  પ્રોજેક્‍ટ્‍સને અમલમાં લાવીને શહેરમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્‍સર્જનમાં ઘટાડો થાય તે માટે પ્રયત્‍ન કરી રહેલ છે.

 

(2:50 pm IST)