Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

રાજકોટમાં ખાનગી કંપની સામે થયેલ કેસમાં ઓૈદ્યોગીક અદાલતનો મહત્‍વનો ચુકાદો

કટારીયા એન્‍ટરપ્રાઇઝ સાથે જોડાયેલા ડ્રાઇવરોની તરફેણમાં હુકમ

રાજકોટ તા.૨૩  : રાજકોટમાં ખાનગી કંપની સામે ઓૈદ્યોગિક અદાલત, રાજકોટે ઐતિહાસિક ચુકાદો આપેલ હતો.

આ કામમાં કેઇસની વિગત એવી છે કે કટારીયા એન્‍ટરપ્રાઇઝ (ખાનગી ટ્રાન્‍સપોર્ટ કાું.) બાલાજી વેફરની બાજુમાં  વાગુદડના પાટીયા રાજકોટ ખાતે કામ કરતાં ડ્રાઇવરો ભારતીય મઝદુર સંઘમાં જોડાયેલ હતા. આ સંસ્‍થા કટારીયા એન્‍ટરપ્રાઇઝ, બાલાજી વેફર્સ પ્રા.લી.માં બનતા માલની ડીલીવરી બાલાજી વેફર્સ નકકી કરેલ ડીલર્સને ત્‍યાં ટ્રકો દ્વારા કરાય છે. આમાં બે પ્રકારના ટ્રકો હોવ છે. તેના દ્વારા માલ ડીલરોને મોકલાય છે.

કટારીયા સંસ્‍થાના ડ્રાઇવરોને પગાર તથા અન્‍ય બાબતો અંગે અન્‍યાય થતાં ભારતીય મઝદુર સંઘમાં જોડાયેલ હતા. સંસ્‍થા સાથે વાટાઘાટ દ્વારા ઉકેલ લાવવા  પ્રયાસ કરતાં નિષ્‍ફળતા મળેલ હતી. આવી ંસંસ્‍થા સામે કાયદેસરની કાર્યવાહી કરી પગાર વધારો  તથા અન્‍ય ૧૧ વિવિધ માંગણીઓ મુકવામાં આવેલ હતી. સમાધાન ન થતાં શ્રમઆયુકત ગાંધીનગરે ઓૈદ્યોગિક અદાલત રાજકોટને માંગણીઓ અંગે ન્‍યાય નિર્ણય માટે સોંપેલ હતો.

આ કામમાં ભારતીય મઝદુર સંઘવતી પકંકજભાઇ રાયચુરા, એડવોકેટ, હસુભાઇ દવે, ભારતીય મઝદુર સંઘના પુર્વ રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ અને એડવોકેટના માર્ગદન હેઠળ દલીલો કરેલ. જ્‍યારે સંસ્‍થા વતી વકીલ ડી.સી.જોષીએ રજુઆત કરેલ હતી.

રાજકોટથી વલસાડ ડ્રાઇવરોને રોટેશન મુજબ મોકલવા અને તે સમયે  ડ્રાઇવરોને રહેવા જમવાની સાથે ભથ્‍થું આપવું. બાયોમેટ્રીક પધ્‍ધતિથી હાજરી પુરવી તે મુજબ પગાર આપવો. તેઓની હાજરી હોય છતાં કોઇ પગાર કાપી ન લેવામાં આવે તેવો હુકમ કરેલ છે. નો એન્‍ટ્રી તથા બ્રેકડાઉન થતાં એક દિવસને બદલે જેટલાં દિવસ થાય તેટલા દિવસ પુરતું ભથ્‍થું આપવું. મહિનામાં ૩ દિવસ ઓફ ડે કંપની આપે છે અને એક દિવસ વધારે થાય તો પાંચ દિવસના પૈસા કાપી લેવાની પ્રથા બંધ કરી ૩ દિવસ ઉપર જેટલાં દિવસ ન આવે તેટલાં જ દિવસનો પગાર કાપવો. અત્‍યારે પ્રથા મુજબ મોટી ગાડીમાં ર ડ્રાઇવરો અપાય છે. પરંતુ ઘણી વખત ડ્રાઇવરના અભાવે એક જ ડ્રાઇવરથી ચલાવું  પડે છે. આથી વર્કલોડ વધી જાય છે તે પ્રથા બંધ કરી આવા કિસ્‍સામાં ડ્રાઇવર સાથે કલીનર આપવો અને એકસ્‍ટ્રા વર્કલોડ માટે તે દિવસનું ડ્રાઇવરને ડબલ રોજ આપવું. તા.૧/૫/૨૦૧૪ના રોજ રોલ ઉપર રહેલ તમામ ડ્રાઇવરો પૈકી દરેક કામદાર (ડ્રાઇવર)ને ખર્ચ પેટે રૂા.૫૦૦/- આપવા અને તમામ માંગણીઓના કરેલ હુકમનો અમલ એવોર્ડ પ્રસિધ્‍ધ થયાથી દીન-૧૦ માં સંસ્‍થાએ બીનચુક કરવાનાં રહેશે.

અંતમાં હસુભાઇ દવેએ જણાવેલ છે કે ખાનગી કંપની સામે ઐતિહાસિક ચુકાદો રાજકોટમાં ઓદ્યોગિક અદાલતે પ્રથમવાર આપેલ છે. આનાથી આર્થિક શોષણ બંધ થશે અને કોઇપણ કંપની યુનીયન કે કામદાર વિરૂધ્‍ધ અનફેર પ્રેકટીસ કરતાં સાત વાર વિચાર કરશે. આ ચુકાદાથી ૧૬૦ કરતાં વધુ ડ્રાઇવરોને આર્થિક લાભ થશે. સંસ્‍થાએ લાખો રૂપિયા એરીયર્સના ચુકવવા પડશે.

(2:40 pm IST)