Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

ડાકવડલામાં વાહન સામ સામે આવી જતાં નકા કોળી પર છરીથી હુમલો

વિપુલ અને જગદીશ કોળીએ ઘા કર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૩: ચોટીલાના ડાકવડલામાં રહેતાં અને ડ્રાઇવીંગ કરતાં નકા પોપટભાઇ બાવળીયા (ઉ.૩૦) નામના કોળી યુવાન પર ગામમાં વિપુલ અને જગદીશ કોળીએ હુમલો કરી છરીથી ઇજા કરતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના દેવરાજભાઇએ ચોટીલા જાણ કરી હતી. નકાના કહેવા મુજબ પોતે ટુવ્‍હીલર લઇને જતો હતો ત્‍યારે જગો અને વિપુલ તેના વાહનમાં સામે આવી જતાં બોલાચાલી થતાં હુમલો થયો હતો.

 

(11:08 am IST)