Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

દર્દથી કણસતા કોરોનાગ્રસ્ત વૃધ્ધને પોલીસે પીપીઇ કીટ પહેરી હોસ્પિટલે પહોંચાડયા

રાજકોટ : કોરોના વાયરસ મહામારીનું સંક્રમણ વધી રહ્યા છે. ત્યારે પોલીસ કમિ. મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ માર્ગદર્શીકાનું પાલન નહી કરનારા વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી સાથે માનવતા અભિગમ અપનાવી પોલીસ કમિ. શ્રી મનોજ અગ્રવાલે લોકોને મદદરૂપ થવા સુચનાઓ આપી હોય જે અંતર્ગત ગઇકાલે બજરંગવાડી સર્કલ પાસે એકલા રહેતા ૮ર વર્ષના સુરેશભાઇ કોટક કોરોના વાયરસના સંક્રમીત હોય અને તેની તબીયત ખૂબ જ ખરાબ હોવાની પોલીસ કંટ્રોલ રૂમ ખાતે માહિતી મળતા જેથી તુરત જ રાજકોટ મુખ્ય મથક ખાતે આર. પી. આઇ. એમ. એ. કોટડીયાએ સુરેશભાઇ કોટકના ઘરે જઇ તપાસ કરવા જણાવવામાં આવતા તે ત્યાં જતા સીનીયર સીટીઝન સુરેશભાઇ કોટક જેઓ ખુબ જ બીમાર હોય અને તેમની તબીયત ખુબ જ નાજુક હોય જેથી હાલમાં કોરોના વાયરસના વધુ સંક્રમણને કારણે ઇમરજન્સી વાહન તાત્કાલીક આવી શકે તેમ ન હોય જેથી પોલીસ વિભાગની એમ્બ્યુલન્સ બોલાવી પોલીસ દ્વારા પી.પી.ઇ. કીટ પહેરી સીનીયર સીટીઝન સુરેશભાઇ કોટકને તાત્કાલીક સરકારી હોસ્પીટલ રાજકોટ ખાતે લઇ જવામાં આવેલ અને જયાં તેઓને સારવારમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પોલીસ દ્વારા એક માનવતાનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ હોય તેથી  પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા પ્રોત્સાહીત કરી પ્રશંસાપત્ર આપી આર. પી. આઇ. એમ. એક. કોટડીયાને સન્માનીત કરવામાં આવ્યા હતાં.

(4:16 pm IST)