Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

કરણપરામાં વરલી ફીચરનો જુગાર રમાડતો વિક્રમ ઉર્ફે ભગત પકડાયો

ક્રાઇમ બ્રાંચનો દરોડો : રૂ. ૧૧ હજારની રોકડ કબ્જે

રાજકોટ,તા.૨૨ : કરણપરામાં આવેલા વિશાલ એપાર્ટમેન્ટ પાસે વરલી ફીચરનો જુગાર રમાડતા શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ કરણપરા  શેરી નં. ૨૬માં એક શખ્સ જુગાર રમાડતો હોવાની ક્રાઇમ બ્રાંચના એએસઆઇ જયેશભાઇ નીમાવતને બાતમી મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વી.જે.જાડેજા, એ.એસ.આઇ જયેશભાઇ નિમાવત, રાજદીપસિંહ ગોહીલ, હેડ કોન્સ. હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, અને સ્નેહભાઇ સહિતે દરોડો પાડી વિશાલ એપાર્ટમેન્ટ પાસેથી વિક્રમ ઉર્ફે ભગત હરીશભાઇ ચાવડીયા (ઉવ.૫૫) (રહે. કરણપરા શેરી નં. ૬ ફાયરબ્રિગેડ સામે)ને વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા પકડી લઇ રૂ. ૧૧,૦૦૦ની રોકડ તથા એક મોબાઇલ ફોન મળી રૂ. ૧૧,૫૦૦ની મતા કબ્જે કરી હતી.

(3:15 pm IST)