Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2024

સગીરાને પ્રેમઝાળમાં ફસાવી દુષ્‍કર્મના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ,તા. ૨૩: શહેરના કાલાવડ રોડ નજીકના વિસ્‍તારમાં રેહતી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપરણ કરી દુષ્‍કર્મ ગુજારવાના ગુનામાં જેલ હવાલે રહેલા રાજસ્‍થાની શખ્‍સની અદાલતે જામીન અરજી ફગાવી દીધી છે. વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ નજીકના વિસ્‍તારમાં રહેતી આશરે ૧૭ વર્ષની સગીરા સાથે  સોશિયલ મીડિયા મારફતે સંપર્ક કેળવી પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી  શરીર સંબંધ બાંધ્‍યા અંગેનો ભોગ બનનાર ના વાલીએ  રાજસ્‍થાનના જોધપુર નો સૌરભ રમેશકુમાર પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્‍કર્મ અને પોકશો ની કલમ હેઠળ ગુનો નોંધી રાજસ્‍થાનના  સૌરભ  રમેશકુમાર પ્રજાપતિની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અદાલતે જેલ હવાલે ધકેલવાનો હુકમ કર્યો હતો. બાદ જેલ હવાલે રહેલા સૌરભ પ્રજાપતિએ જામીન પર છૂટવા અદાલતમાં અરજી કરી હતી.જે જામીન  અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકાર પક્ષે એપીપી બિનલબેન રવેસીયા હાજર રહી જામીન અરજીનો વિરોધ કર્યો હતો  મેડિકલ સેમ્‍પલો અને એફ એસ એલ રિપોર્ટ પોઝિટિવ આવેલો છે.  ભોગ બનનાર નું નિવેદન તેમજ હાલનો ગુનો ગંભીર પ્રકારનો છે. જો આરોપીને જામીન આપવામાં આવશે તો રાજસ્‍થાન ભાગી જશે અને કેસના સાક્ષી , પુરાવાનો  નાશ કરશે.  જે દલીલ ધ્‍યાને લઈ અધિક જજ જે.ડી . સુથારે આરોપી સૌરભ પ્રજાપતિની જામીન અરજી ફગાવી દીધી છે.

(4:29 pm IST)