Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

રાજકોટની ૭૨માંથી તમામ જાહેર થયેલ ૫૬ બેઠકો ઉપર ભાજપનો વિજય વાવટો : કોંગ્રેસે ખાતુ નથી ખોલ્‍યુ : ગઢ ગણાતા જંગલેશ્વરમાં પરાજય : શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે પરાજય સ્‍વીકારી લીધો : ૩૦૦૦ મતે પાછળ : ૬ મહાનગરોમાં રાજકોટ એકમાત્ર કોર્પોરેશનમાં વિરોધ પક્ષ ખાતુ પણ ખોલી શકયુ નથી

રાજકોટ : મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના ગઢ ગણાતા હોમટાઉન રાજકોટમાં ભાજપ નવો કિર્તીમાન સ્‍થાપવા ધસમસી રહેલ છે અને એકાદ વાગ્‍યા સુધીમાં કુલ ૭૨ બેઠકમાંથી ૫૬ બેઠકો ઉપર ભાજપ જીત મેળવી ચૂકયુ છે અથવા તો પ્રચંડ લીડથી આગળ છે. કોંગ્રેસ ખાતુ પણ ખોલાવી શકેલ નથી. વોર્ડ નં.૧,૪,૫,૭,૮,૧૦,૧૧,૧૩,૧૪ અને ૧૬ આ ૧૦ વોર્ડમાં ભાજપ જીતી ગયેલ છે અને વોર્ડ નં. ૯, ૧૭ સહિત અન્‍ય ૪ વોર્ડની ૧૬ બેઠકમાં ભાજપ જીત મેળવી ચૂકે તેટલુ આગળ છે. વોર્ડ નં.૯માં ભાજપની આખી પેનલ આગળ છે. આર્યની વાત એ છે કે અહિં બીજા નંબરે આપના ઉમેદવારો ચાલી રહ્યા છે. જયારે કોંગ્રેસ ત્રીજા નંબરે છે.

રાજકોટનું સુકાન શ્રીમતી અંજલીબેન રૂપાણી, શ્રી નીતિન ભારદ્વાજ, શ્રી કમલેશ મિરાણી, શ્રી ધનસુખ ભંડેરીએ સંભાળેલ. વિજયભાઇને કોરોના થતા છેલ્લે સ્‍મૃતિ ઈરાનીએ સભાઓ ગજવેલ.

વોર્ડ નં.૯માં પૂર્વ સ્‍ટેન્‍ડીંગ ચેરમેન પુષ્‍કર પટેલ, જીતુ કાટોડીયા, દક્ષા વસાણી અને આશાબેન ઉપાધ્‍યાયની ભાજપની પેનલ પ્રથમ રાઉન્‍ડના અંતે ૨ હજાર મતે આગળ છે.

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે હાર સ્‍વીકારી લીધી છે. શહેરના વોર્ડ નં.૧૭માં બે રાઉન્‍ડના અંતે ભાજપને ત્રણ હજાર જેટલી લીડ મળતા જે પુરવી અશકય હોય અશોક ડાંગરે હાર સ્‍વીકારી લીધી

(1:19 pm IST)