Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

મવડી ચોકડીએ રીક્ષા ચાલકની લુખ્ખાગીરીઃટ્રાફિક પોલીસમેનનો કાંઠલો પકડી ઝપાઝપી

અડચણ રૂપ રીક્ષા સાઇડમાં લેવાનું કહેતાં પરેશ ગોહેલ વિફર્યોઃ ધરપકડ

રાજકોટ તા. ર૩ :.. મવડી ચોકડી  પાસે રીક્ષા સાઇડમાં લેવાનું કહેતા ટ્રાફીક પોલીસ કોન્સ્ટેબલ  સાથે માથા કુટ ઝપાઝપી કરતા પોલીસે રીક્ષા ચાલકને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ ટ્રાફીક શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ યશપાલસિંહ ગોહીલ બપોરે મવડી ચોકડી પાસે પોતાની ફરજ  પર હતાં. ત્યારે ત્યાં એક રીક્ષા ચાલક પોતાની રીક્ષા ટ્રાફીકને અડચણ રૂપ રાખેલ હોઇ તેથી તેણે રીક્ષા સાઇડમાં લેવાનું કહેતા  રીક્ષા ચાલકે પોતાની રીક્ષા સાઇડમાં ન રાખી ટ્રાફીક પોલીસમેન સાથે ઝઘડો કરી ગોળો આપી ઝપાઝપી કરી હતી. અને કોન્સ્ટેબલનો કાઠલો પકડી લીધો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતાં. અને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ મલેક તથા રાઇટર અરૂણ સહિતે સ્થળ પર પહોંચી ટ્રાફીક શાખાના કોન્સ. યશપાલસિંહ ગોહીલની ફરીયાદ પરથી પોલીસે શ્રીનાથજી-૧૧ માં રહેતો પરેશ બાબુ ગોહેલ (ઉ.ર૪) ની સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી રીક્ષા ચાલક પરેશની ધરપકડ કરી હતી.

(4:38 pm IST)