Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

સાયકલ દોડશે સરરર... ૪ ફેબ્રુઆરીએ 'સાયકલોફન'

રોટરી મીડટાઉન લાઇબ્રેરી અને મ્યુ. કોર્પો.ના સહયોગથી આયોજન :નામ નોંધણી શરૂ

રાજકોટ તા. ૧૬ :  મ્યુ. કોર્પોરેશન દ્વારા મેરેથોન ૨૦૧૮ ની પ્રિ - ઇવેન્ટ તરીકે દર વર્ષે ૫૦ કિ.મી.ની સાયકલ રાઇડનું આયોજન થાય છે. તે અંતર્ગત રોટરી મીડટાઉન લાઇબ્રેરી દ્વારા રાજકોટ સાયકલ કલબ અને સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી તા. ૪ ફેબ્રુઆરીના સાયકલો ફન-૨૦૧૮ નું આયોજન કરાયુ છે.

સાયકલો ફન એટલે સાયકલની રેસ નહીં પરંતુ સાયકલ રાઇડ છે. ફકત આનંદ માટે સાયકલ ચલાવવી તેવા મતલબથી આ આયોજન થાય છે. લોકોમાં સાયકલીંગની જાગૃતતા આવે, પ્રદુષણ ઘટે, ટ્રાફીક ગીચતા હળવી બને તેવા આશય આ ઇવેન્ટ પાછળ રહેલો છે.

આ ઇવેન્ટમાં ૩ કલાકમાં ૫૦ કિ.મી.નું અંતર નિરધારીત રૂટ ઉપર પૂર્ણ કરવાનું હોય છે. તેમાંથી લકકી વિનર જાહેર કરી આકર્ષક ઇનામો અપાય છે.

આ ઇવેન્ટ તા. ૪ ફેબ્રુઆરીના સવારે પ.૩૦ વાગ્યે શરૂ થશે. જેમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન ફી રૂ.૫૦૦ રાખવામાં આવી છે. ભાગ લેનાર તમામને ટી-શર્ટ અને હેલ્મેટ મફત અપાશે. પ૦ કિ.મી. રૂટ ઉપર પાણી તથા મેડીકલ સારવારની સંતોષકારક વ્યવસ્થા કરાઇ છે.

આ માટેનું રજીસ્ટ્રેશન રોટરી મીડટાઉન લાઇબ્રેરી, અમીન માર્ગ, સીવીક સેન્ટર બિલ્ડીંગ ખાતે કરાવી શકાશે.

ઉપરાંત (૧) પ્રયાગ ઇન્ટરનેશનલ અનમોલ ટાવર, સાધુવાસવાણી રોડ, (ર) સાયકલ ઝોન, ટાગોર રોડ, (૩) ટ્રેક અને ટ્રેલ, આનંદનગર મેઇનરોડ, (૪) નીઓ જવેલર્સ, જાગનાથ પોલીસ ચોકી સામે, યાજ્ઞીક રોડ, (પ) ભાવીન પાંભર, સ્વામીનારાયણ ભુવન, પારેવડી ચોક પાસે, ભાવનગર રોડ ખાતે નામ નોંધાવી શકાશે.  રાઇડરોને ટી-શર્ટ અને સાયકલીંગ હેલ્મેટ અપાશે. માહીતી માટે ફોન- ૨૪૫૪૫૩૭ - ૨૮ ઉપર સંપર્ક કરવા રોટરી મીડટાઉન લાયબ્રેરીની યાદીમાં જણાવાયુ છે.

(4:35 pm IST)