Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

નવી ડ્રેનેજ સીસ્ટમ

વેસ્ટ વોટર વેકયુમ સીવરનો ટ્રેનીંગ વર્કશોપ યોજાયો

ઇકલી સાઉથ એશિયાનાં ઉપક્રમે યોજાયેલ વર્કશોપનું ઉદઘાટન કરતાં મેયર - ડે.મેયર

રાજકોટ તા.૨૩ : મહાનગરપાલિકા, જર્મન એજન્સી અને ઇકલી સાઉથ એશિયા દ્વારા રાજકોટ શહેરમાં તા.૨૩/૨૪-જાન્યુઆરી-૨૦૧૮ના રોજ 'વેસ્ટ વોટર' કલેકશન અને વેકયુમ સીવર વિષય ઉપર યોજાયેલ વર્કશોપનું દીપપ્રાગટ્ય મેયર ડો.જૈમન ઉપાધ્યાયએ કરી વર્કશોપનો શુભારંભ કરાયેલ.

મેયર ડો.જૈમન ઉપાધ્યાયે વર્કશોપમાં જર્મનીથી ઉપસ્થિત રહેલ પ્રતિનિધિ તેમજ ભાગ લેવા આવેલ તમામનું શાબ્દિક સ્વાગત કરેલ અને જણાવેલ કે, વેસ્ટ વોટર કલેકશનને આધુનિક ટેકનોલીજીથી અસરકારક બનાવવા તેમજ વેકયુમ સીવર આધારિત ડ્રેનેજ સીસ્ટમ પણ કરવાથી અસરકારક પુરવાર થઇ શકે તેમ છે જેથી આ ટ્રેનીંગ વર્કશોપનું આયોજન કરવાથી નવી જ જાણકારી મળી શકે તેમ છે. વિશ્વ આખામાં આજે રોજ નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે ત્યારે અવારનવાર જુદા જુદા વિષયો પર આવા વર્કશોપ થવા જોઈએ.

આ વર્કશોપમાં ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મહાપાલિકાના ડે.કમિશ્નર અરૂણ મહેશ બાબુ તથા ઇકલી સાઉથ એશિયાના રાજકોટના પ્રતિનિધિ અંકિત મકવાણા ઉપસ્થિત રહેલ.

(4:35 pm IST)