Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રાજકોટ સીટી પ્રાંત-૨ પ્રજ્ઞેશ જાની દ્વારા આગામી ૨ ફેબ્રુઆરીથી જમીનના ૫૦૦ કેસો અંગે સ્પે. ઓપન હાઉસ

બિનખેતી-દબાણો સહિતના ૭થી ૮ પ્રકારના કેસો ચલાવાશેઃ તમામ નોટીસ ફટકારી જાણ કરી દેવાઇ

રાજકોટ, તા. ૨૩ : કલેકટર તંત્ર દ્વારા રાજકોટ શહેર - જીલ્લાને ઝીરો લેવલ તુમાર કરવાની ઝુંબેશનો તા.૨ ફેબ્રુઆરીથી પ્રારંભ થઈ રહ્ના છે. કલેકટરશ્રી વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ રાજકોટ સીટી પ્રાંત-૨ ડે. કલેકટર શ્રી પ્રજ્ઞેશ જાની દ્વારા ૫૦૦થી વધુ જમીન અંગેના ૮-૧૦ પ્રકારના કેસો માટે સ્પે. ઓપન હાઉસ યોજાશે.

શહેર - જીલ્લાના વર્ષોથી પેન્ડીંગ કેસોના ફટાફટ નિકાલ માટે તા.૨ ફેબ્રુઆરીથી સવારે ૧૦ થી સાંજે ૬ સુધી સ્પે. ઓપન હાઉસ યોજાશે. આ અંગે તંત્ર દ્વારા જે તે પેન્ડીંગ કેસ અંગે આસામીઓને નોટીસ દ્વારા સ્પે. ઓપન હાઉસ માટે જાણ કરવામાં આવી છે.

ઉપરાંત ડે.કલેકટર તંત્ર દ્વારા આ ખાસ ઝુંબેશ માટે અલગ - અલગ ટીમો બનાવવામાં આવી છે. આ સ્પે. ઓપન હાઉસમાં બિનખેતી, ૧૦૮/૫, ખેતી તથા દબાણ સહિતના વિવિધ પ્રકારના ૮ થી ૧૦ પ્રકારના કેસોનો નિકાલ કરવામાં આવશે.

ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની દ્વારા સ્પે. ઓપન હાઉસ માટે જરૂરી તમામ કાર્યવાહીનો ધમધમાટ ચાલી રહ્ના છે. આસામીઓને તારીખો પ્રમાણે સ્પે. ઓપન હાઉસમાં હાજર રહેવા નોટીસ આપી જાણ પણ કરી દેવાય છે. આ ઝુંબેશ ફકત ૧૫ દિવસમાં જ પૂરી કરવા માટે પ્રજ્ઞેશ જાની અને ટીમ દ્વારા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ ચાલી રહી છે.આ સિવાય સ્પે. ઓપન હાઉસની કામગીરી દ્વારા ૩ મહિનામાં રાજકોટ શહેર - જીલ્લાને ઝીરો લેવલ તુમાર બનાવવા માટે પણ તંત્ર દ્વારા એ દિશામાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્ષોના પેન્ડીંગ કેસનો નિકાલ ટુંક સમયમાં થઈ જવાથી કોર્ટ કચેરીના ધક્કા ખાતા આસામીઓ પણ કલેકટર તંત્રથી રાહત થશે.(૩૭.૧૭)

(4:04 pm IST)