Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ઘરેલુ હિંસાના કેસમાં માસીક રૂ. ૪૦૦૦ અને ત્રાસ અંગે ૧પ હજારનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ, તા., ર૩: અરજદારે કરેલ ઘરેલું હિંંસાના કેસમાં માસીક રૂ. ૪૦૦૦ ભરણપોષણ પેટે, શારીરીક-માનસીક ત્રાસ પેટે રૂ. ૧પ૦૦૦ ચુકવી આપવા પતિને હુકમ  ફરમાવેલ હતો.

અરજીની ટુંક વિગત એવી છે કે આ કામના અરજદાર શિલ્પાબેન ચિંતનકુમાર કાંજીયા રહે. પોલીસ હેડ કવાર્ટર, જામનગર  રોડ નવા ચાર માળીયા બ્લોક નં. ૪/૫૬ અંબાજી મંદિર પાછળ, રાજકોટવાળાએ આ કામના સામાવાળા નં. (૧) ચિંતનકુમાર ધીરજલાલ કાંજીયા (પતિ) (ર) ધીરજલાલ અમરશીભાઇ કાંજીયા (સસરા) (૩) મંજુબેન ધીરજલાલ કાંજીયા (સાસુ) (૪) દુર્વાબેન  અમીતભાઇ (નણંદ) રહે. ૧ થી ૪, સનાળા રોડ, યદુનંદન પાર્ક-૧, ઉમીયાનગરની પાછળ, મોરબી આ તમામ વિરૂધ્ધ ડોમેસ્ટીક વાયોલન્સ એકટની કલમ ૧ર,૧૮,ર૦ વિગેરે નીચે ભરણપોષણ મેળવવા એડવોકેટ અલ્પેશ પોકીયા મારફત રાજકોટ ના. એડી. ચીફ કોર્ટમાં અરજી કરેલ હતી.

અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાએ અરજી અન્વયે રેકર્ડ પર આવેલ પુરાવા સંદર્ભેની મૌખીક દલીલો કરીને અરજદારને ભરણપોષણ ઉપરાંત તેણીને મકાનભાડુ ચુકવવા સંદર્ભેની દાદો અપાવવા રજુઆતો કરવામાં આવેલ હતી. આમ અરજદારના એડવોકેટ અલ્પેશ પોકીયાની દલીલો ગ્રાહય રાખી રાજકોટના ચીફ જયુ. મેજી.શ્રીએ અરજદારની અરજી મંજુર કરી ભરણપોષણ પેટે અરજદારને અરજી કર્યાના તારીખથી માસીક રકમ રૂ. ૪૦૦૦ શારીરીક માનસીક દુઃખ ત્રાસના વળતર પેટે રૂ. ૧૫૦૦૦ ચુકવવા તથા સદર હુકમ મુજબ નિયમીત રકમ સામાવાળા પતિએ ચુકવવી તેવો હુકમ આ કામના અરજદારની તરફેણમાં કરેલ હતો.

આ કેસમાં અરજદાર શિલ્પાબેન કાંજીયા વતી રાજકોટના પી એન્ડ આર લો. ચેમ્બરના વિદ્વાન એડવોકેટ અલ્પેશ વી.પોકીયા, વંદના  એચ.રાજયગુરૂ, કેતન જે. સાવલીયા, ભાર્ગવ જે. પંડયા, અમીત વી.ગડારા, રીતેષ ટોપીયા, મૃગ પરેશ, મોહીત રવીયા વિગેરે રોકાયેલ હતા.

(4:04 pm IST)