Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

થાણામાં પૂ.ધીરગુરુદેવના હસ્તે શ્વેતાબેનની દિક્ષા સંપન્નઃ રવિવારે વડીદિક્ષા

રાજકોટ, તા.૨૩: શ્રી થાણા જૈન સંઘના આંગણે પૂ.શ્રી ધીરગુરુદેવના સાંનિધ્યે દિક્ષા મહોત્સવનો અનેરો નજારો જોવા મળ્યો હતો. દિક્ષાર્થીનો વિદાયમાન સમારોહ પ્રસંગે તપાગચ્છીય પૂ.તીર્થભદ્ર સૂરીશ્વરજી મ.સા. ઠાણા-૫ આશીર્વચન અર્થે પધારતાં લીંબડી- ગોંડલ સંપ્રદાયના શ્રાવકોએ કાંબલી સન્માન કરેલ. ગાંધીધામના ધર્મેશ ભોગીલાલદોશીએ ત્યાગની મહતા સમજાવી હતી. ૧૬ મહાસતીજીઓએ ત્યાગની મહત્તા દર્શાવતી નાની-નાની વાતો રજૂ કરેલ.

તા.૨૨ને વસંતપંચમીના ૮:૩૧ કલાકે ઉપાશ્રયેથી વિશાળ સંખ્યામાં ચતુર્વિધ સંઘ સહિત દિક્ષાર્થીની પદયાત્રા દિક્ષાર્થીનો જય જયકારના જયનાદે દિક્ષા મંડપમાં પહોંચતા મોનાશાહે સ્વાગતગીત અને ધીરજ છેડાએ દેવો પણ ઝંખે જેને લેવા જેવો સંયમની મહત્તા દર્શાવી સંચાલન દિક્ષાર્થી શ્વેતાબેન કોઠારીએ આખરી પ્રવચન કરી સહુને મંત્રમુગ્ધ કર્યા હતા.

વેશ પરિવર્તન દરમિયાન બે દંપતીએ શીલવ્રતની પ્રતિજ્ઞા અને જીવદયામાં મંગલે- શ્યામ પરિવારના ૮૮ સંત-સતીજીઓની સંયમ અનુમોદના કાજે પ્રવીણ કરમણ ગાલાએ ૮૮ ટ્રક ઘાસની જીવદયામાં ઘોષણા કરતાં વિહારધામોમાં સાતકારી પાટ માટે નામ લખાયા હતા.

શાસન પ્રગતિ ૫૫૫ પ્રશ્નપઝલ અંકની અર્પણ વિધિ જયંતભાઈ અને રંજનાબેન કામદારના હસ્તે કરાયેલ. મહાસંઘના પ્રમુખ પરાગભાઈ શાહે મહાસંઘના સભ્ય સંઘોમાં દિક્ષા મહોત્સવ થાય ત્યારે સવાલાખ રૂપિયા અર્પણની જાહેરાત કરેલ. પડધામાં ૧૨ દિક્ષા પ્રસંગે તા.૪/૨ના અને કિશોરભાઈ સંઘવીએ તા.૧૧/૨ના વિલે પારલે ૨ દિક્ષા પ્રસંગે પધારવા આમંત્રણ પાઠવેલ હતું.

પૂ.શ્રી ધીરગુરુદેવે ૧૧:૩૬ કલાકે દિક્ષામંત્ર અર્પણ કર્યા બાદ ઉજજવલ પરિવારમાં ૮૩માં ક્રમાંકે નવદિક્ષિત બા.બ્ર.પૂ. શ્વેતાંસીનીજી મ.સ. તરીકે ઘોષિત કરેલ અનેક સંઘોની વિનંતિ પછી વડીદિક્ષા તા.૨૮ને રવિવારે સવારે ૯થી૧૧:૩૦ કલાકે મુલુંડ મોટા ઉપાશ્રયે જાહેર કરેલ.

લીંબડી સંપ્રદાયના છબીલભાઈ શેઠ, વાગડ ચોવીસીના પ્રમુખ ડો.નાગજી કેશવજી રીટા, દાતા પરિવાર અને તબીબીઓનું સન્માન કરાયું હતું. પોપટભાઈ બુરીચાએ સજોડે ૨૫માં વરસીતપની પ્રતિજ્ઞા કરેલ. આભારવિધિ અલ્પેશ કોઠારીએ કરેલ.

(3:56 pm IST)