Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

રાજકોટ મેરેથોન માટે કિશાનપરા ચોક ખાતે જય જીનીયસ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ-ગાર્ડી વિદ્યાપીઠના છાત્રો દ્વારા રોડ શો

રાજકોટ : રાજકોટ મેરેથોન ર૦૧૮ને લઇને ઉત્સાહનો માહોલ છવાયો છે જીનિયસ ગ્રુપની ઓફીશીયલ રજીસ્ટ્રેશન પાર્ટનર તરીકે નિમણુંક કરવામાંં આવેલ હોય જીનિયસ ઇંગ્લીશ મિડીયમ સ્કુલ રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ જય ઇન્ટરનેશનલ સ્કુલ અને ગાર્ડી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા શહેરના હાર્દસમા રેસકોર્સ રિંગરોડ પરના કિશાન પરા ચોકમાં સતત ૧૦ દિવસ દરરોડ ''રોડ શો'' યોજવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓ સતત ૧૦ દિવસ સુધી કિસાનપરા ચોકમાં ઓરકેસ્ટ્રા અવનવા મનોરંજક અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને કરાઓકે જેવા આકર્ષણો લાવશે જેથી લોકો રાજકોટ મેરેથોન સાથે ઉત્સાહભેર જોડાય અને આ વર્ષે મેરેથોન મહતમ સંખ્યાનો આંક વટાવે કિસાનપરા ચોકમાં તૈયાર કરાયેલ સ્ટેજ પર રોજ સાંજે ૭ થી ૧૦ વિદ્યાર્થીઓ અવનવા કાર્યક્રમો આપશે જેમાં શનિ અને રવિ જીનિયસ સ્કુલનુ મ્યુઝિકલ ઓરકેસ્ટ્રા પર્ફોર્મ કરશે.

 ત્યારબાદ સોમવારે નિરજ માર્થક અને ટીમ આકર્ષણ જમાવશે. પછી મંગળ-બુધ અને ગુરૂ જય ઇન્ટરનેશનલની ઓરકેસ્ટ્રા ટીમ રજુઆતો કરશે અને શુક્રાવરે રાજકોટના ડોકટરોના ગ્રુપ દ્વારા કરાઓકે ગીતોનો કાર્યક્રમ યોજાશે.  આયોજનો માટે મેરેથોન રજીસ્ટ્રેશન કમીટીના અધ્યક્ષ અને જીનિયસ ગ્રુપના ચેરમેન ડી.વી. મહેતા અને જીનિયસ ગ્રુપના સીઇઓ ડીમ્પલબેન મહેતા દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફની ટીમોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે રાજકોટ શહેરમાંથી કે અન્ય કોઇ શહેરમાંથી જે પણ લોકો આ મેરેથોનમાં જોડાવા માંગે છે તેમને વિશેષ માહિતી માટે ૯૮૭૯પ પ૭૧૧૧ અથવા વેબસાઇટ www. rjlkotmarathon.com  પર સંપર્ક કરવા આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

(3:53 pm IST)