Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ખામીયુકત મોબાઇલ રીપેર કરવાની જવાબદારી સર્વિસ સેન્ટરની ગણાયઃ ગ્રાહક ફોરમનો ચુકાદો

રાજકોટ તા. ર૩: તાજેતરમાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમ-રાજકોટ (મેઇન) સમક્ષ દાખલ થયેલ ફરિયાદ અરજી અન્વયે કેસ ચાલી જતાં ગ્રાહક તકરાર નિવારણ ફોરમે આપેલ મહત્વનો ચુકાદા મુજબ ગ્રાહક ખરીદેલ મોબાઇલનો સંતોષકારક રીતે વપરાશ ન થઇ શકે તો તેવા સંજાગોમાં ખામીયુકત મોબાઇલ રીપેર કરી આપવાની જવાબદારી સર્વિસ સેન્ટરની ફરજનો ભા ગણાય તેવો ચુકાદો આપ્યો હતો.

આ કેસની વિગત એવી છે કે રાજકોટના વેપારી હિતેન્દ્રભાઇ શાહ દ્વારા અધિકૃત વિક્રેતા પાસેથી રૂ. ર૪૦૦૦/-ની કિંમતનો જીઓની કંપનીનો ઇ લાઇફ ઇ-૮ મોડલનો મોબાઇલ ખરીદવામાં આવેલ હતો. મોબાઇલ ખરીદ્યા બાદ પ્રારંભીક વપરાથી જ મોબાઇલમાં ખામી જણાયેલ હતી પરિણામે સદરહું ખામી અંગે વિક્રેતાનો સંપર્ક કરેલ પરંતુ વિક્રેતાઓ મોબાઇલ ખામી અંગે સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવા જણાવેલ. તદાનુસાર ગ્રાહક દ્વારા સર્વિસ સેન્ટરનો સંપર્ક કરવામાં આવતા સર્વિસ સેન્ટર દ્વારા યોગ્ય પ્રતિસાદ આપવામાં આવેલ ન હતો. અને કોઇ સ્તરેથી યોગ્ય પ્રતિસાદ ન મળતા આ મોબાઇલ ખરીદીને છેતરાયા હોવાની લાગણી ગ્રાહકને થઇ હતી અને ના છુટકે ગ્રાહક તકરાર નિવારણ ફોરમ-રાજકોટ (મેઇન) સમક્ષ પોતાના વકિલ મારફત ફરિયાદ દાખલ કરેલ હતી.

ફોરમ દ્વારા ગ્રાહકના હિતમાં ચુકાદો આપતા જણાવવામાં આવેલ હતું  કે મેન્યુફેકચરીંગ ડીફેકટ માટે કંપની જવાબદાર છે પરંતુ સાથોસાથ આ ડિફેકટ દુર કરવાની જવાબદારી સર્વિસ સેન્ટરની ણી જ શકાય અને પરિણામે સર્વિસ સેન્ટર તરફથી યોગ્ય સર્વિસ ન મળે તો તે ડેફિશ્યન્સી ઇન સર્વિસ ગણી શકાય. ગ્રાહકે ચુકવેલ રૂ. ર૪૦૦૦/- ફરિયાદની તારીખથી ૬ ટકા વ્યાજ સાથે ચુકવી આપવા અને ગ્રાહકને થયેલ માનસિક ત્રાસ બદલ રૂ. ૩૦૦૦/- તેમજ ફરીયાદ ખર્ચના રૂ. ર૦૦૦/- ચુકવી આપવા મ્હે. ફોરમ દ્વારા હુકમ કરવામાં આવેલ હતો. આ કામમાં ફરીયાદી શ્રી હિતેન્દ્રભાઇ શાહ તરફે એડવોકેટ ગજેન્દ્ર એમ. જાની તથા નયન આર. મહેતા રોકાયેલ હતા. (૭..૩૧)

(1:53 pm IST)