Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

અંબિકા ટાઉનશીપમાં રહેતી પટેલ પરિણીતા પર ખોટી શંકા કરી પતિ, સાસરિયાનો ત્રાસ

સુરતના પતિ અંજન, સાસુ નિર્મળાબેન, સસરા અમૃતલાલ, દિયર માનવ, નણંદ મિનલ, પૂજા સામે ગુન્હો નોંધાયો

રાજકોટ તા. ૨૩ : કાલાવડ રોડ પર અંબિકા ટાઉનશીપમાં કસ્તુરી એવીયેરીમાં રહેતી પટેલ પરિણીતાને પતિ, સાસુ, સસરા, દિયર અને નણંદ અવાર-નવાર મેણાટોણા મારી ચારીત્ર્ય પર ખોટી શંકા કરી ત્રાસ આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ સુરતમાં અમરોલી વિસ્તારમાં અને છેલ્લા એક વર્ષથી રાજકોટ કાલાવડ રોડ અંબિકા ટાઉનશીપમાં કસ્તુરી એવીયેરી બ્લોક નં. ૮૦૪માં રહેતા સોનલબેન અંજનકુમાર ઘેટીયા (ઉ.વ.૩૫)એ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં સુરત અમરોલી ઓમનગર સોસાયટીમાં રહેતા પતિ અંજન અમૃતલાલ ઘેટીયા, સસરા અમૃતલાલ ભવનભાઇ, સાસુ નિર્મળાબેન ઘેટીયા, દિયર માનવ અમૃતલાલ ઘેટીયા, નણંદ મિલન દિનેશભાઇ ગરધરીયા અને રાજકોટના પુજા નિતીનભાઇ ટીલવાના નામ આપ્યા છે. સોનલબેને ફરીયાદમાં જણાવ્યું છે કે, પોતાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્ન બાદ તે સંયુકત પરિવાર સાથે સુરત રહેતા હતા અને પતિ ઓટોપાર્ટસની દુકાન તેમજ ફોરવ્હીલનું સર્વિસ સ્ટેશન ચલાવે છે. લગ્ન બાદ પતિ, સાસુ, દિયર અને બંને નણંદ ઘરની નાની-નાની બાબતે મેણા-ટોણા મારતા હતા અને હાલમાં છેલ્લા એક વર્ષ પહેલા રાજકોટ કાલાવડ રોડ પર અંબિકા ટાઉનશીપમાં કસ્તુરી એવીયેરી બ્લોક નં. ૮૦૪માં રહીએ છીએ. રાજકોટમાં પણ પતિ ચારીત્ર્ય બાબતે ખોટી શંકા - કુશંકા કરી ગાળો આપી મારકુટ કરતા હતા અને નણંદ અવાર-નવાર ચઢામણી કરી ત્રાસ આપી ઘરમાંથી કાઢી મુકતા પોતે છેલ્લાચ ાર માસથી સાધુ વાસવાણી રોડ, મધુવન પાર્ક, સુવર્ણભૂમિ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧માં માવતરના ઘરે રહે છે. આ અંગે સોનલબેને મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા હેડ કોન્સ. ગીતાબેન પંડયાએ તપાસ આદરી છે.(૨૧.૧૬)

 

(12:39 pm IST)