Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

હિન્દુ સંસ્કૃતિ અને ઇતિહાસના રક્ષણ અર્થે સાધુ સંતો મૌન તોડી આગળ આવે : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના

રાજકોટ, તા. ર૩ : ફિલ્મ પદમાવતને દેશના તમામ થીયેટરમાં પ્રસારીત ન થવા પ્રચંડ વિરોધથીસરકારે ફિલ્મના પ્રસારણ પર બાન મૂકેલ, પરંતુ સુપ્રિમ કોર્ટે આ રોક ઉડાવી લીધેલ છે ત્યારે હિન્દુ સંસ્કૃતિ અને ઇતિહાસને ખતમ થતો બચાવવા સાધુ સંતોએ પણ મૌન તોડી આગળ આવવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા અનુરોધ કરાયો છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનોએ એક યાદીમાં જણાવ્યું છે કે, ઇતિહાસ સાથેની છેડછાડ સામે ગઢવી સમાજ, બારોટ સમાજ અને હિન્દુ સંસ્કૃતિનું જતન કરનાર સાધુ-સંતોએ મૌન તેવી અસામાજીકો સામેની અમારી લડાઇમાં સૂર પૂરાવવાનો સમય આવી ગયો છે.

રાજપૂતોની રાજપૂતાઇને વર્ણવતા-શૂરવીરતાના આગવી શૈલીમાં સમાજને દાખલા આપતા ગઢવી અને બારોટ સમાજ જે ઇતિહાસને ગૌરવવંતો ગણાવે છે તેને જીવંત રાખવા સુરક્ષિત રાખવા સર્વ સમાજે અવાજ ઉઠાવવો પડશે.

ઉઠો-જાગો અને મૌન તોડીને આપણા ગૌરવવંતા ઇતિહાસને વિકૃતરૂપે રજૂ કરતા આવા ફિલ્મ નિર્માતા તથા અસામાજીક તત્વો સામેની લડાઇને મજબૂત બનાવવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના (મો. ૭૦૪૬૩ ૧૧૧૧૭)ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ચંદુભા પરમાર, ઉપાધ્યક્ષ ભાવસિંહ જોડીયા (શિવશકિત હોટલ), સૌરાષ્ટ્ર પ્રાંત પ્રભારી બલદેવસિંહ સિંધવ, શહેર અધ્યક્ષ યુવરાજસિંહ ડોડીયા, શહેર ઉપાધ્યાય મૌલિકસિંહ વાઢેર (વિશ્રામ હોટલ)ની સંયુકત યાદીમાં જણાવાયું છે.

(11:37 am IST)