Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

કાલે બુધવારે રેલ્વેના ટોચના અધિકારીઓ રાજકોટમાં : લઘુ ઉદ્યોગકારો સાથે મહત્વની બેઠક

રેલવે વિભાગમાં સ્પેર પાર્ટસ સપ્લાય કરવા ઇચ્છુક રાજકોટ તેમજ સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને શ્રી સરદાર પટેલ ભવન ખાતે યોજાયેલ નિઃશુલ્ક ચર્ચામાં ભાગ લેવા નિમંત્રણ

રાજકોટ તા. ર૩ : સૌરષ્ટ્રના લઘુ તેમજ મધ્યમ કદના વિવિધ ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસ સાથે નવુ બળ મળે તે હેતુથી લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા કેન્દ્રના જુદા જુદા મંત્રાલયો સાથે ઘણા સમયથી સંપર્ક કરવામાં આવી રહ્યો છે. જેની કુલશ્રુતિ સ્વરૂપે આગામી તા.ર૪ને બુધવારના રોજ રેલ્વેના કવોલીટી એસ્યોરન્સ મિકેનીકલના ડાયરેકટર વી.એસ. યાદવની આગેવાની હેઠળની ઉચ્ચ અધિકારીની ટીમ રાજકોટના લઘુ ઉદ્યોગકારોની મુલાકાતે આવી રહી છે.

પ્રથમ ચરણની સફળતા રૂપે કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા તેમજ રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાના સહકારથી ગત તા.૪ જાન્યુઆરીના રોજ લધુ ઉદ્યોગ ભારતીના સૌરાષ્ટ્ર સંભાવ પ્રમુખ હંસરાજભાઇ ગજેરાની આગેવાનીમાં રાજકોટના વિવિધ એસોસીએશનના ઉદ્યોગકારોની એક ટીમ રેલવે મંત્રી શ્રી પિયુષ ગોયલને મળી હતી જેમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોની ક્ષમતા વિષે તેઓને સંપૂર્ણ માહીતગાર કરાયા હતા જેના ભાગરૂપે રેલ્વેમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ આગામી તા.ર૪ને બુધવારના રાજકોટ આવી લઘુ ઉદ્યોગકારો સાથે વાતચીત કરશે.

લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા અધિકારીઓ સાથે યોજાયેલી આ પ્રથમ તબકકાની બેઠકમાં ભાગ લેવા માંગતા એસોસીએશનના સભ્યો કે અન્ય કોઇ રેલ્વેને પોતાના ઉત્પાદીત સ્પેર પાર્ટસ સપ્લાય કરવા ઇચ્છુક હોય તેઓ નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી ભાગ લઇ શકે છે. આ મહત્વની બેઠકની બેઠકનો સમય સવારે ૧૦-૩૦ થી ૧ર-૦૦ વાગ્યાનો રહેશે. જ્યારે રજીસ્ટ્રેશન સવારે ૧૦ થી ૧૦-૩૦ વાગ્યા સુધી થઇ શકે. જેનું સ્થળ શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણીનગર, માલવિયાનગર પોલીસ ચોકીવાળી શેરી, પાણીના ટાંકા સામે રાજકોટ રહેશે જેનીોંધ લેવા જણાવાયું છે.

(9:28 am IST)