Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

હેલ્પરની ફરજમાં રૂકાવટ કરી મારકુટ કરવા અંગે આરોપીને એક વર્ષની સજા

પડધરીના પીજીવીસીએલ.માં ફરજ બજાવતાં

રાજકોટ તા. રર :.. પડધરીમાં પી.જી. વી.સી. એલ. માં હેલ્પર તરીકે ફરજ બજાવતાં રામભાઇ ડોસાભાઇ રાવલીયાની ફરજમાં રૂકાવટ કરી લાકડી વડે મારકુટ કરવા અંગે પકડાયેલ. પડધરીના મહેશ ઉર્ફે મયલો કરશન ડોડીયા સામેનો કેસ ચાલી જતાં પડધરીના જયુ. મેજી. શ્રી એફ.એફ. બારડોલીવાળાએ આરોપીને એક વર્ષની સજા અને રૂ. બે હજારનો દંડ ફટકાર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, ફરીયાદી રામભાઇ ડોસાભાઇ પીજીવીસીએલ માં હેલ્પર તરીેક ફરજ બજાવતાં હોય તા. ૧ર-૮-૧૦ નાં રોજ પડધરીના ધર્મશાળા ચોકમાં વિજ લાઇનમાં ફોલ્ટ આવતાં રીપેરીંગ કરવા ગયેલ ત્યારે પાવરબંધ કરતાં આરોપી મહેશ ઉર્ફે મયલાએ પાવર શા માટે બંધ કરેલ છે. તેમ  જણાવી ગાળો દઇને લાકડી વડે મારકુટ કરીને ફરજમાં રૂકાવટ કરી હતી.

આ બનાવ અંગે ફરીયાદીએ પોલીસમાં ફરીયાદ કરતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

આ કામમાં સરકાર પક્ષે એ. પી. પી. અતુલ પટેલે કરેલ રજૂઆત અને રજૂ થયેલ પુરાવાને ધ્યાને લઇને પડધરીના જયુ. મેજી. શ્રી એફ. એફ. બારડોલીવાળાએ આરોપીને આઇ. પી. સી. ૩૩ર હેઠળ ફરજમાં રૂકાવટ કરવા બદલ એક વર્ષની સજા અને રૂ. બે હજારનો દંડ ફટકાર્યો હતો.

આ કામમાં સરકાર પક્ષે એ. પી. પી. અતુલ પટેલ રોકાયા હતાં.

(3:48 pm IST)