Gujarati News

Gujarati News

News of Sunday, 22nd November 2020

કોરોના પર કાબુ મેળવવા મ.ન.પા.ની અનોખી ઝુંબેશ

શનિવારી બજારમાં ૨૦૦ માસ્કનું વિતરણ : વધુ ૯ હોટલ - પાનની દુકાનો સીલ

ભારત પાન, ડીલકસ પાન, ખેતલા આપા પાન એન્ડ ટી-સ્ટોલ, શકિત પાન એન્ડ ટી-સ્ટોલ, ડે.કમિશનર એ.કે.સિંઘના માર્ગદર્શન તળે ટીમો ત્રાટકી

રાજકોટ તા. ૨૧ : સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાયની છૂટ આપવામાં આવેલ છે ત્યારે લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. આમ છતાં શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો વધુ સતર્ક બને, સમજદારીથી પોતાની નાગરિક ફરજ બજાવે તેવા ઉમદા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. શહેરમાં કોરોના વધુ ના વકરે એ માટે આ નિયમોના પાલન માટે તંત્ર વધુ સતર્ક રહી નિયમોનો ભંગ કરનાર લોકો સામે કડક કાર્યવાહી કરશે. શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળોએ દંડ અથવા સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. કાલાવડ રોડ પર દર શનિવારે બજાર ભરાય છે, જે સંદર્ભે આજે શનિવારી બજારમાં માણસોના ટોળા જોવા મળતા નાયબ મ્યુનિ. કમિશનરશ્રી એ.આર.સિંહ સહિતના અધિકારીઓ દ્વારા સ્થળ પર જઈને ૨૦૦ થી વધુ માસ્કનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ માણસોને જનજાગૃતિ અંગે ફરજીયાત માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી. મ્હો અને નાક સરખું ઢંકાઈ એ રીતે માસ્ક પહેરવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગઈકાલ બપોરથી આજ બપોર સુધીમાં મહાનગરપાલિકાએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થયાનું જોવા મળતા કુલ ૯ હોટલ - પાનની દુકાનો આગામી ૭ દિવસ માટે સીલ કરેલ છે.

દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા શહેરીજનોને એવી અપીલ કરે છે કે, લોકો ફરજીયાત માસ્ક પહેરે એ જરૂરી છે. કેટલાક લોકોએ માસ્ક પહેર્યું હોય છે પરંતુ તેમના નાક અને મ્હો ઉઘાડા હોય છે. આવા નાગરિકો સામે પણ દંડની વસૂલાત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. લોકો માસ્ક એવી રીતે પહેરે જેથી મ્હો અને નાક બરોબર ઢંકાયેલ રહે. રાજકોટ મહાનગરપાલિકાનો આશય લોકોને દંડિત કરવાનો નહી પરંતુ તેઓ સાવચેતી રાખે અને પોતાના તથા અન્ય લોકોના સ્વાસ્થ્યના હિતમાં વ્યવસ્થિત માસ્ક પહેરે તે જરૂરી છે.

દરમ્યાન ગઈકાલ બપોરથી આજ બપોર સુધીમાં સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ જે દુકાનો સીલ કરવામાં આવેલ છે તેમાં ૮૦ ફૂટ રોડ અમુલ સર્કલ પાસે ભારત પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ડીલકસ પાન, ગેલેકસી પાન એન્ડ કોલ્ડ્રીંકસ, બાબા પાન એન્ડ કોલ્ડ્રીંકસ, સંતોષ કોલ્ડ્રીંકસ, શકિત ટી સ્ટોલ, ખેતલાઆપા પાન એન્ડ ટી તેમજ આત્મીય કોલેજ સામે કાલાવડ રોડ ખાતેના ખેતલાઆપા ટી સ્ટોલ અને શકિત ટી સ્ટોલનો સમાવેશ થાય છે.

રાજકોટ મહાનગરપાલિકા લોકોને ખાસ અપીલ કરે છે કે, ઘરની બહાર નીકળવાનું ટાળો, અને બહુ જ જરૂરી કામે બહાર નીકળવાનું થાય તો મ્હો અને નાક ઢંકાઈ તે માસ્ક પહેરવું. વારંવાર સાબુથી હાથ સાફ કરવા, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું, પોતે કોરોનાથી બચશે તો અન્ય અને પોતાના પરિવારને કોરોનાથી બચાવી શકાશે.

(2:52 pm IST)
  • મદ્રેસામાંથી ઝડપાયો આતંકવાદી : ઘેરાબંધી કરીને સેનાના જવાનોએ દબોચી લીધો : કેટલીય ગતિવિધિઓમાં સામેલ હોવાનો ખુલાસો :જમ્મુ કશ્મીરના પુલવામાં જિલ્લાના એક મદ્રેસામાંથી આતંકીની ધરપકડ : આતંકીઓ છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે તલાસી અભિયાન ચલાવી ઝડપી લીધો access_time 11:44 pm IST

  • પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૧ પૈસાનો વઘારો : પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ત્રીજા દિવસે પણ વધારો : પેટ્રોલ- ડીઝલના ભાવમાં આજે ત્રીજા દિવસે પણ વધારો થયો છે. : પેટ્રોલમાં ૮ પૈસા અને ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટરે ૨૧ પૈસાનો વઘારો થયો છે. : આ ભાવ વધારો આજે સવારે છ વાગ્યા થી લાગુ થયો છે. access_time 10:35 am IST

  • દિલ્હીમાં આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યા મોટી માત્રામાં વધારી દેવાઈ : પ્રથમ વખત, દિલ્હીમાં કોરોનાના પરીક્ષણ માટેના આધારભૂત ગણાતા "આરટી-પીસીઆર" ટેસ્ટની સંખ્યા રેપીડ એન્ટિજેન ટેસ્ટની સંખ્યાને વટાવી ગઈ છે. access_time 1:32 pm IST