Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વોર્ડ-૧૮માં કોંગ્રેસના બહેનોએ ભાજપમાં જોડાયા

 શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મહીલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયાની સંયુકત યાદીમાં જણાવાયું છે કે વોર્ડ નં.૧૮ના કોંગ્રેસના મહીલા કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદ અને વિકાસની વિચારધારાને સમર્થન આપી કેસરીયો ખેસ ધારણ કરેલ હતો. આ તકે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, મહિલા મોરચાના પ્રમુખ નયનાબેન પેઢડીયા સહિતનાઓ તેમને આવકારી અને કેસરીયો ખેસ ધારણ કરાવ્યો હતો. આ તકે વોર્ડ નં.૧૮ મહીલા મોરચાના ભાજપ અગ્રણીઓ ભારતીબેન પરસાણા, વોર્ડ પ્રમુખ વીણાબેન ધ્રાંગધરીયા, મહામંત્રી છાયાબેન કવૈયા, પ્રકાશબા ગોહીલ, આશાબેન ગોહેલ, અંબીકાબા જાડેજા, નીરૂબેન મોરબીયા સાથે વોર્ડ નં.૧૮ની મુખ્ય ટીમ ઉપસ્થિત રહી હતી.

(4:12 pm IST)