Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કારોબારી અધ્યક્ષ સામેના કેસની સુનાવણી પૂર્ણ : ર૯મીએ ફેંસલો

લાંચ પ્રકરણમાં પાદરીયા પદ પર ટકી શકશે કે ગુમાવશે?

રાજકોટ, તા., ૨૨: જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ કે.પી.પાદરીયાને લાંચ પ્રકરણ સબબ અધ્યક્ષ પદેથી ગેરલાયક ઠેરવવા આપેલ શો-કોઝ નોટીસ અન્વયે આજે અંતીમ સુનાવણી પુર્ણ થયેલ છે. હવે સંભવત તા.ર૯ મીએ વિકાસ કમિશનર ચુકાદો જાહેર કરશે.

કે.પી. પાદરીયાને કારોબારી  અધ્યક્ષ પદેથી હટાવવાના મુદ્ે ચારેક માસથી વિકાસ કમિશનર સમક્ષ કેસ ચાલે  છે.  આજે આખરી ઓનલાઇન સુનાવણીહતી. હવે પછી ચુકાદો જાહેર થશે. પાદરીયાએ પોતાની સામેનો એ.સી.બી.નો કેસ પોતે કારોબારીના અધ્યક્ષ બન્યા પુર્વેનો હોવાની દલીલ કરી હતી. તેઓ અધ્યક્ષ પદ ટકાવી શકશે કે કેમ? તે બાબતે પંચાયત વર્તુળોમાં ઉત્કંઠા વ્યાપેલી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતની ચુંટાયેલી  પાંખની મુદત ડીસેમ્બરે પુરી થઇ રહી છે.

(4:11 pm IST)