Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

હોસ્પિટલ-બાંધકામ-હોસ્ટેલ-કારખાના સહિત ૨૦૩ સ્થળોએ મચ્છરોના ઘર : ૩૦ હજારનો દંડ

રાજકોટ : ડેન્ગ્યુ રોગચાળો ફેલાવતા એડિસ ઇજીપ્તી મચ્છરદિવસે કરડતા હોવાથી દિવસ દરમ્યાન બહોળા પ્રમાણમાં જનસમુદાય એકત્રિત હોય તેવા સ્થળોએ ડેન્ગ્યુ રોગ ફેલાવવાની સંભાવના વધુ રહે છે. મચ્છરજન્યરોગચાળાઅટકાયતી માટે મેયર બીનાબેન આચાર્ય અને આરોગ્ય સમિતીનાચેરમેન  જયમીનઠાકરની સુચન અને માન. કમિશનર  ઉદિત અગ્રવાલના નેજા હેઠળ અને આરોગ્ય શાખાના આરોગ્ય અધિકારી એલ. ટી. વાજા, નાયબ આરોગ્ય અદ્યિકારી પી.પી. રાઠોડતથા બાયોલોજીસ્ટ વૈશાલીબેનરાઠોડના સુ૫રવિજન તળે તમામ પ્રિમાઇસીસમાંમચ્છર ઉત્૫તિ સબબ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવેલ છે. આ ચેકીંગ અભિયાન ગત સપ્તાહ દરમિયાન ૯૬ હોસ્પિટલ, ૧૮૯ ભંગારના ડેલા અને ૧૨૫ બાંધકામ સહિતનાં ૪૨૨ સ્થળોએ મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ ચેકીંગ દરમિયાન સિદ્ઘિ ઓર્થોપેડીક  - કસ્તુરબા રોડ , આદિત્ય હોસ્પિટલ  - વિદ્યા નગર મેં રોડ, નિરામય હોસ્પિટલ - કરણશિંહજી રોડ, સ્ટર્લીંગ  હોસ્પિટલ - નાણાવટી ચોક , ઓમ હોસ્પિટલ - ગાયત્રી નગર , ડો સુધીર શેઠ - વિદ્યા નગર મેં રોડ, નોમાન ટ્રેડર્સ - લાતી પ્લોટ , નટરાજ એપા. - શકિત નગર , રાજ સ્ક્રેપ - ભાવનગર મેં રોડ , બાંધકામ સાઇટ - મંગલા રોડ , માઈલ સ્ટોન હોસ્પિટલ - વિદ્યાનગર મેં રોડ ,ફોર્ચ્યુન વિવાંન્તા બાંદ્યકામ સાઇટ - જીવરાજ પાર્ક સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસે ,બાંધકામ સાઇટ - જયમલ પરમાર માર્ગ ,એલીગન્સ  ફ્લેટ  - શ્રી રામ પાર્ક ,પી. એમ. હોસ્ટેલ - સુભાષ નગર ૧૦,ભૂમિ એપાર્ટમેન્ટ - સુભાષ નગર ૨, રાધે હાઈટ્સ બાંધકામ સાઇટ - ગીત ગુર્જરી સોસા , રીયલ ઇન્ડસ્ટ્રી  - સમ્રાટ ઇન્ડસ્ટ્રી એરિયા ૧૨, બાંધકામ સાઈટ - કેવડાવાડી ૧૭, એમ. એસ. કોર્પોરેશન ભંગારનો ડેલો - મોમીન સોસા ,રોયલ વેસ્ટેજ સપ્લાયર્સ - જામનગર રોડ , સંકલ્પ સ્કુલ - મેઘાણી નગર , ન્યુ બાંધકામ  - ઓમ તિરુપતિ બાલાજી પાર્ક ,શાંતિ બાંધકામ  ૨ - રૈયાધાર હિમત નગર પાછળ, શાંતિ  બાંધકામ ૩- રૈયાધાર હિમત નગર પાછળ, દર્શક ટ્રેડર્સ – મોરબી રોડ, અલ્તાફભાઇ ડેલાવાળા – મોરબી રોડ જુનો, અરવિંદ એન્ટરપ્રાઇઝ – બાપુનગર મે. રોડ , ભંગારનો ડેલો – રૈયાધાર મચ્છુનગર, નેપ્ચુન ટાવર – કાલાવડ રોડ , ચામુંડા સ્ક્રે૫ – સાધુવાસવાણી રોડ , ગણેશ સ્ક્રે૫ – સાધુવાસવાણી રોડ , ઘનસ્ક્રે૫ – સાધુવાસાવણી રોડ , આલીશન ફલેટ – નટરાજનગર – ર, ઓમ એપાર્ટમેન્ટ – નટરાજનગર – ર , અમિતભાઈ ડેલાવાલા - મોરબી રોડ , મનીષભાઈ ડેલાવાળા- મોરબી રોડ , રાધેશ્યામ કાસ્ટિંગ - ૮૦ ફૂટ રોડ , ભંગારનો ડેલો - શુભમ પાર્ક મે. રોડ , ક્રિશ્ના હોસ્પિટલ - એસ. વી. રોડ , ક્રિશ્ના ગાયનેક હોસ્પિટલ - એસ. વી. રોડ , મેડી સર્જ હોસ્પિટલ - ૧૫૦ ફૂટ રોડ ,નક્ષત્ર એપાર્ટમેન્ટ - મેહુલ નગર , માલધારી હોટેલ - નારાયણ નગર મેં રોડ, શૈલેશભાઈ સાગઠીયા ભંગારનો ડેલો - લાતી પ્લોટ , શ્રી રાજ ટ્રેડર્સ - લાતી પ્લોટ , રાખોલીયા હોસ્પિટલ - વાણીયાવાડી,શુભમ ડેન્ટલ કલીનીક - મંગળા રોડ, યુકિત ઇન્ડસ્ટ્રી - અમર નગર ૧ , ઇન્ડસ્ટ્રીઝ - અમર નગર ૧ , દર્શન મશીન ટુલ્સ - અમર નગર ૧, ઇન્ડસ્ટ્રીઝ - અમર નગર ૧ , શિલ્પાન નોવા બાંધકામ સાઇટ - ગંગોત્રી મેં રોડ, નંદ એમ્પાયર બાંધકામ સાઇટ - ગંગોત્રી મેં રોડ , શુભ નિવાસ બાંધકામ સાઇટ - પાટીદાર  ચોક , આલીશાન ફ્લેટ બાંદ્યકામ સાઇટ - નટરાજ નગર ૨, બાંધકામ - જયમલ પરમાર માર્ગ ,બાંધકામ - ગુરુ પ્રશાદ ચોક , બાંધકામ - પંચશીલ મેં રોડ , બાંધકામ - ગીતાંજલિ પાર્ક ૧, બાંધકામ - ગીતાંજલિ પાર્ક  મેં રોડ , સલીમભાઈ ડેલાવાળા - મોરબી રોડ ,     ડેરી ફાર્મ - મેઘાણી નગર , હરિઓમ સ્કુલ - ન્યુ ૮૦ ફૂટ રોડ , સીતારામ અન્ન ક્ષેત્ર - ઓમ તિરુપતિ બાલાજી પાર્ક , રામસમા પ્રિન્ટ સાડી - સદગુરુ રણછોડ નગર ,ચામુંડા સ્ક્રેપ - નાના મૌવા રોડ , ભંગારનો ડેલો - લક્ષ્મી નગર મેં રોડ , દેવ દરબાર પસ્તી ભંડાર - લક્ષ્મી નગર મેં રોડ , નોવેન સ્કવેર સાઈટ - અમીન માર્ગ , ગ્રીન હેવન બાંધકામ - સર્વોદય સોસા ૨ , એ ૧ હાઈટ્સ બાંધકામ સાઇટ - નંદનવન ૪ , ગોલ્ડન વ્યુ બાંધકામ સાઇટ - નંદનવન ૪ , ટ્રીનીટી ટાવર બાંધકામ સાઇટ - રૈયા રોડ , લક્ષ્મી એન્ટર પ્રાઈઝ બાંધકામ સાઇટ - નાના મૌવા રોડ , મોમાઈ ટી સ્ટોલ - ભવાની ચોક, કે વી ઇન્ડસ્ટ્રી - નેશનલ હાઈવે સહિત કોમર્શીયલ અને રહેણાંક કુલ ૨૦૩ સ્થળોએ મચ્છરના પોરા મળી આવતા ૧/૪ અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ પાઠવી રૂ. ૩૦ હજારના ચાર્જ વસુલવામાં આવ્યો હતો.

(4:10 pm IST)