Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

લુંટ-ઘરફોડ ચોરીના ગુન્હાના આરોપીને ચોરાઉ મોટર સાયકલ સાથે ઝડપી લેવાયા

શાપર-વેરાવળ પોલીસની ઝડપી કામગીરીથી ગુન્હાનો ભેદ ઉકેલાયો

શાપર-વેરાવળ, તા., રરઃ પોલીસ અધિક્ષક બલરામ મીણાની સુચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પી.એ.ઝાલા તથા સર્કલ પો.ઇન્સ.ની સુચનાથી શાપર (વે) પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. કે.એ.ગોહીલના સીધા માર્ગદર્શન હેઠળ ઘરફોડ ચોરી તેમજ મીલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ ડીટેકટ કરવા સુચના કરેલ હોઇ શાપર(વે) પો.સ્ટે. ના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગ દરમ્યાન પો.હેડ કોન્સ. રોહીતભાઇ બકોત્રા તથા પો.કોન્સ. માવજીભાઇ ડાંગર તથા રવુભાઇ ગીડાને સંયુકત હકીકત મળેલ કે આઠેક માસ પહેલા વેરાવળ (શા) ગાયત્રીનગરમાંથી એક બુલેટ મો.સા. ની ચોરી થયેલ હોય અને સદરહુ થયેલ ચોરી બાબતે તપાસ કરતા હકીકત મળેલ કે અગાઉ રાજકોટ શહરેમાં ઘરફોડ ચોરી તેમજ ધોરાજી પો.સ્ટે.ના લુંટના ગુનામાં પકડાયેલ બન્ને ઇસમો નંબર વગરનું બુલેટ તેમજ દેશી બનાવટનો તમંચો (ટો) સાથે મળી આવતા બુલેટના એન્જીન નંબર તથા ચેસીસ નંબર પોકેટ કોપ એપ્લીકેશનમાં સર્ચ કરાવતા અન્યના નામે રજીસ્ટર થયેલ હોવાનું જણાય આવતા શાપર(વે) પો.સ્ટે. ખરાઇ કરતા સદરહુ બુલેટ (શાપર (વે) પો.સ્ટે.ના ચોરીના ગુનામાં ગયેલ હોવાનું જણાઇ આવતા બુલેટ મો.સા. તેમજ દેશી બનાવટના તમંચો કબ્જે કરી આર્મ્સ એકટ મુજબ ગુનો રજી. કરાવેલ.

(૧) શાપર (વે) પો.સ્ટે. આઇપીસી ૩૭૯ મુજબનો ગુન્હો ડીટેકટ થયેલ છે. પકડાયેલ આરોપી (૧) લલીત ઉર્ફે લક્કી હેમંતભાઇ ધામેચા રહે. શાપર ગામ (ર) ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલી ઉર્ફે અનીલભાઇ ઉર્ફે ડોકટર રોજાસરાની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી (૧) બુલેટ મો.સા. કિ. રૂ. ૭૦,૦૦૦ (ર) દેશી બનાવટનો તમંચો (કટો) કિ. રૂ. પ૦૦૦ (૩) વીવો કંપનીના બે મોબાઇલ કિ. રૂ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ. ૮પ૦૦૦નો મુદામાલ કબ્જે કરેલ છે.

આ કામગીરીમાં પો.સબ ઇન્સ. કે.એ.ગોહીલ તથા પો.હેડ કોન્સ. રોહીતભાઇ બકોત્રા તથા પો.કોન્સ. માવજીભાઇ ડાંગર તથા પો.કોન્સ. રવીરાજસિંહ ઝાલા તથા રવુભાઇ ગીડા તથા પો.કોન્સ. નરેશભાઇ લીબોલા વગેરેએ કરી હતી.

(3:16 pm IST)