Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

અમદાવાદની હેપ્‍પીનેસ કંપનીના હેલ્‍થ કાર્ડનો રાજકોટમાં પ્રારંભ

હેપ્‍પીનેસ હેલ્‍થકાર્ડ હવે તમારા સ્‍વાસ્‍થ્‍ય અને સારવારમાં સુલભતા અને પરવડે તેવી જવાબદારી લેશે હેલ્‍થ કાર્ડ ધારકને આરોગ્‍ય લક્ષી સારવાર માટે મળશે ૨ થી ૨૦ હજાર રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ, સાથે દવાઓ અને લેબોરેટરીમાં પણ ડિસ્‍કાઉન્‍ટઃ પત્રકાર પરીષદમાં વિગતો આપતા મયુરસિંહ જાડેજા

રાજકોટઃ અમદાવાદની હેપ્‍પીનેસ કંપનીના હેલ્‍થ કાર્ડનો રાજકોટમાં શુભારંભ થયો છે. ક્રેડિટ કાર્ડ પર ખિસ્‍સામાંથી એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર તમે જે રીતે પહેલા ખરીદી કે બિલની ચુકવણી કરો છો અને ત્‍યારપછી તે રકમ ખિસ્‍સામાંથી ચૂકવો છે, એવી જ રીતે હવે હોસ્‍પિટલમાં સારવાર માટે પણ તમે સમય પર ખિસ્‍સાની રકમ ખર્ચ કરતા બચી શકો છો અને કાર્ડ થકી ચુકવણી કર્યા બાદ નિયત સમય મર્યાદામાં આ રૂપિયા ચૂકવી શકો તે માટે અમદાવાદ સ્‍થિત હેપ્‍પીનેસ ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હેલ્‍થ કાર્ડ લોન્‍ચ કરવામાં આવી રહ્યું છે. જે સારવાર માટે ક્રેડિટ આપવા સાથે જ દવા અને લેબોરેટરી ચાર્જમાં પણ છૂટનો લાભ આપશે. આ માટે કંપની દ્વારા એક મોબાઈલ એપ્‍લિકેશન પણ લોન્‍ચ કરાઈ છે.

આ અંગે યોજાએલ પત્રકાર પરીષદમાં માહિતી આપતા કંપનીના ફાઉન્‍ડર્સ શ્રી મયુરસિંહ જાડેજા જણાવ્‍યું હતું કે, કંપનીનું લક્ષ્ય સંપૂર્ણ હેલ્‍થ કેર ઇકોસિસ્‍ટમ્‍સને આવરી લેવાનું છે. કંપની દ્વારા હેલ્‍થ કાર્ડ લોન્‍ચ કરવામાં આવ્‍યું છે. હેલ્‍થ કાર્ડના વપરાશ અને ચૂકવણીનો ટ્રેક રેકોર્ડ જોઈ ક્રેડિટ લિમિટ વધારવામાં આવશે. દવાઓના બિલમાં મિનિમમ ૧૦ ટકા જ્‍યારે લેબોરેટરી ચાર્જમાં પણ ૪૦ ટકા સુધીનું ડિસ્‍કાઉન્‍ટ મળશે. સાથે જ દવાની હોમ ડિલિવરી ફ્રી મળશે. હોસ્‍પિટલમાં ઓપીડી તપાસ માટે અને અન્‍ય સેવાઓના ચાર્જમાં પણ આગામી સમયમાં છૂટ આપવામાં આવશે. આ ઉપરાંત દર મહિને એક વખત બીપી અને બ્‍લડ ગ્‍લુકોઝની તપાસ ફ્રી રહેશે સાથે જ વજન, એસપીઓ ૨ અને એચઆર, ટેમ્‍પરેચરની તપાસવા અનલિમિટેડ ફ્રી રહશે.

તેઓએ વધુમાં જણાવ્‍યું હતું કે, કંપની દ્વારા ગુજરાત અને સૌરાષ્‍ટ્રના લોકોની સ્‍વાસ્‍થ્‍ય સુખાકારી માટે હેલ્‍થ કાર્ડ અને મોબાઈલ એપ્‍લિકેશન લોન્‍ચ કરવામાં આવી છે. આ કાર્ડ હેઠળ પાંચ હજારથી હજારથી વધુ મેડિકલ સ્‍ટોરને આવરી લેવામાં આવશે. જે દરેક લોકોનાં મેડિકલ બજેટમાં રાહત આપશે. સાથે જ આગામી સમયમાં ડોક્‍ટર્સ, હોસ્‍પિટલ અને લેબોરેટરીને  પણ આ કાર્ડ હેઠળ આવરી લેવામાં આવશે. આ કાર્ડ અને મોબાઈલ એપ્‍લિકેશન શરૂઆતમાં ચાર મેટ્રો શહેરમાં લોન્‍ચ કરવામાં આવ્‍યું છે ત્‍યારબાદ અનુક્રમે સમગ્ર રાજ્‍યમાં લોન્‍ચ કરવામાં આવશે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (

(5:26 pm IST)