Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

નરેન્‍દ્રભાઇના જન્‍મદિને વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહના બહેનોને સ્‍માર્ટ ચશ્‍માની ભેટ

રાજકોટ તા. રરઃ હવે અંધ આંખો જોઇ શકશે. હાલ નવી ટેકનોલોજીથી પ્રજ્ઞા ચક્ષુ લોકોને ડીઝીટલ આંખો મળી રહી છે. એવા સ્‍માર્ટ ગ્‍લાસીસ વિકસાવવામાં આવ્‍યા છે કે જે આર્ટીફીશીયલ ઇન્‍ટેલીજન્‍સની મદદથી એટલે કે AI ની મદદથી સ્‍માર્ટ ફોન સાથે કનેકટ થઇ જાય છે. ચશ્‍માની અંદર એક કેમેરો લગાવેલો હોય છે. તે રસ્‍તામાં આવતા ઓબ્‍જેકટ, ડીકટેટ કરશે, ચલણી નોટો ઓળખી આપે છે. વધુમાં કોઇપણ રીતનું વાંચન પુસ્‍તકનું પણ કરી આપશે. દશ હજારની કિંમતના આ ચશ્‍મા ટલેકનોલોજીથી સુસજજ છે જેના વડે પ્રજ્ઞાચક્ષુ સ્‍વતંત્ર રીતે ફરી શકશે.

આ સ્‍માર્ટ ગ્‍લાસીસ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના જન્‍મ દિવસે વી. ડી. પારેખ અંધ મહિલા વિકાસ ગૃહને ભેટ આપવામાં આવ્‍યા હતા.

આ સ્‍માર્ટ ગ્‍લાસીસના દાતા ડો. જયાબેન તથા રમેશભાઇ શાહને જાણકારી મળતા તેમણે અમેરીકાથી શ્રીમતી શારદાબેન જાહટકીયા હોસ્‍પીટલ, ગોંડલ શ્રીમતી ઇલાબેન જાહટકીયા તથા શ્રધ્‍ધાબેન જાહટકીયાના પ્રયાસથી વી. ડી. પારેખ અંધ મહિલાને ભેટ મળેલ છે. સંસ્‍થાના પ્રમુખ વિનુભાઇ ગોસલીયા તથા દીનાબેન મોદી સંસ્‍થાના સહયોગથી સંસ્‍થાને ભેટ મળેલ છે.

રાજકોટના સેવા ક્ષેત્રે કામ કરતા મહાનુભાવોના હાથે આ ચશ્‍માનું વિતરણ કરવામાં આવ્‍યું. જેમાં વી. ડી. પારેખ સંસ્‍થાના પ્રમુખ વિનુભાઇ ગોસલીયાના ટ્રસ્‍ટી દીનાબેન મોદી, જયાબેન ઠકરારના તથા સેવાભાવી મહાનુભાવો ઉપસ્‍થિત રહેલ.

આ સ્‍માર્ટ ગ્‍લાસ, અમદાવાદના સુકેતુભાઇ અમીન દ્વારા પ્રોડકટ કરવામાં આવ્‍યા છે. તેમની પાસે AI ઇન્‍જીનીયરો તથા સોફટવેર ડેવલોપરના નિષ્‍ણાંતોની ટીમ છે.

આ કાર્યક્રમમાં મહેન્‍દ્રસિંહ જાડેજા, ઇલાબેન જાહટકીયા, પાર્થીવ જાહટકીયા, ઉપેનભાઇ મોદી, અજયભાઇ વખારીયા તથા કીરીટભાઇ બાટવીયા વિ. મહાનુભાવોએ હાજરી આપી હતી.

(5:12 pm IST)