Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

લોકસભામાં ૩૩ ટકા મહિલા અનામતનું બીલ ઉતાવળથી રજૂ કેમ કયુ? ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. રર :.. જસદણના પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, લોકસભામાં ધારાસભા અને લોકસભામાં ૩૩ ટકા મહિલા અનામતની જોગવાઇ કરવાનું બીલ રજૂ થયેલ છે. મહિલાઓને રાજકારણમાં વધારે ભાગ લેવાની તક મળે તે સારી વાત છે. ર૦ર૯ પછી વસ્‍તી ગણતરીના આધારે આ સીટોની ફાળવાણી થશે એવું જાણવા મળે છે. ર૦ર૪ પછીની લોકસભામાં વસ્‍તી ગણતરી થયા પછી આ જોગવાઇ થઇ શકી હોત પણ શા માટે ઉતાવળ કરવામાં આવી એ સમજાતું નથી. નવી વસ્‍તી ગણતરીના આધારે નવા સીમાંકન મુજબ ધારાસભા અને લોકસભામાં અનુક્રમે પ૦ તથા રપ૦ થી વધારે સીટો વધારવાની વાત છે. ત્‍યારે ગુજરાત સરકાર અને કેન્‍દ્ર સરકાર ઉપર (પ્રજા ઉપર) કેટલો વધારાનો પગાર તથા અન્‍ય સવલતોનો ખર્ચનો બોજો આવશે તે કહેવું મુશ્‍કેલ છે. બેરોજગારોને કાયમી નોકરી આપી શકતા નથી. કોન્‍ટ્રેકટ પધ્‍ધતિથી ભરતી કરવાનું બંધ કરી શકતા નથી. એકેજ અધિકારીઓને બે-ત્રણ કે તેથી વધારે વિભાગના ચાર્જ સોંપવામાં આવે છે. આવી પરિસ્‍થિતિમાં ધારાસભા કે લોકસભાની સીટી વધારવાની જરૂરત નથી તેવું લાગે છે.

ધારાસભ્‍યો કે સંસદ સભ્‍યો પ્રજાના પ્રશ્નો માટે કેવી કામગીરી કરે છે તે આણે સૌ જાણીએ છીએ. વરસમાં બજેટ સત્રમાં તથા સમિતિઓની મીટીંગમાં જવાનું થાય ત્‍યારે જ નિયમ મુજબ ભાડા ભથ્‍થા મળવા. બંધ થવું જોઇએ. ૩૭૦ ની કલમ હટાવીએ પ્રમાણે વિધવા કે વૃધ્‍ધ સહાય સિવાયના કોઇપણ ના માટે પેન્‍શન શબ્‍દ દરેક જગ્‍યાએથી નાબુદ કરવાની જરૂર છે. સમાજમાં સામાન્‍ય કે મધ્‍યમ વર્ગના લોકોને વ્‍યવસ્‍થીત રીતે જીવન નિર્વાહ માટેની તક મળવી જોઇએ.

કોઇપણ ગુનેગાર વ્‍યકિત ચૂંટણી લડી શકે તેમજ લાયકાત હોદાની મુદત, કિન્નાખોરી, ખરીદ - વેચાણ વિરોધ પક્ષ મુકત ભારત બનાવવાની ઘેલછા લાંબા સમયે લોકશાહી માટે ખતરારૂપ છે, વિરોધ પક્ષો ભાજપના આગેવાનો, નેતાઓ, પ્રબુધ્‍ધ નાગરીકો મતદારોએ જાગૃત થઇ સંગઠીત થઇ રજૂઆત કરવાનું કે સાચું કહેવાની હિંમત રાખવી પડશે. ખાલી વાતોથી કે જોયા કરવાની કાંઇ વળવાનું નથી એ હકિકત છે. તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(5:22 pm IST)