Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

‘સે નો ટુ ડ્રગ્‍સ'ના સુત્ર સાથે શહેર પોલીસના સહયોગથી બીજી ઓક્‍ટોબરે ‘સાયક્‍લોથોન-૪'

બીઇંગ યુનાઇટેડ એનજીઓનું આયોજનઃ ૧૫ કિ.મી.ની સાયક્‍લોથોનમાં ૧૫ વર્ષ અને તેથી ઉપરના ભાઇઓ-બહેનો જોડાઇ શકશેઃ કાલે રજીસ્‍ટ્રેશનનો છેલ્લો દિવસ

રાજકોટ તા. ૨૨: શહેરમાં ગાંધી જયંતિના દિવસે બીજી ઓક્‍ટોબરે સવારે ૭ કલાકે ‘સાક્‍લોથોન-૪'નું આયોજન કરાયું છે. શહેર પોલીસના સહયોગથી ‘સે નો ટુ ડ્રગ્‍સ'ના સુત્ર સાથે આ સાક્‍લોથોન બીઇંગ યુનાઇટેડ-એનજીઓ અને ફૂડ ઝોનના વિક્રમભાઇ ચાવડા, ડિજીટલ સાઇનેજ દ્વારા મેક ઇન ઇન્‍ડિયા એન્‍ડ ફિટ ઇન્‍ડિયા સાક્‍લોથોનના સુત્ર સાથે યોજાશે. આ સાયકલ રેલીનું રજીસ્‍ટ્રેશન ઓનલાઇન https://shorturl.at/sCVY0  ઉપર થઇ રહ્યું છે. ૨૩મીના રાતના અગિયાર સુધી રજીસ્‍ટ્રેશન કરાવી શકાશે. જેમાં ૧૫ વર્ષના અને તેથી ઉપરની ઉમરના ભાઇઓ-બહેનો રૂપિયા બસ્‍સોની એન્‍ટ્રી ફી ભરીને જોડાઇ શકશે. ભાગ લેનારને ટી-શર્ટ, તાજગીસભર નાસ્‍તો અને સર્ટિફિકેટ સહિત અપાશે. સાયક્‍લોથોનનો રૂટ ૧૫ કિલોમીટરનો રહેશે. વધુ માહિતી માટે મો. ૯૮૯૮૪ ૬૫૦૦૭, ૯૯૭૯૭ ૯૪૫૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, જેસીપીશ્રી વિધી ચોૈધરી અને ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલએ રાજકોટ શહેરને ડ્રગ્‍સમુક્‍ત બનાવવા ઝુંબેશ ઉપાડી હોઇ તે અંતર્ગત સે નો ટુ ડ્રગ્‍સના સુત્ર હેઠળ શહેર પોલીસના અધિકારીઓ અને તેમની ટીમો આ સાયક્‍લોથોનને સફળ બનાવવા અને લોકોમાં ડ્રગ્‍સના દૂષણ સામે જાગૃતી લાવવા કમર કસી રહી છે.

(4:37 pm IST)