Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

કિશોરભાઇ કોરડીયા દ્વારા માદરે વતન દેરડી ખાતે રવિવારે નિઃશુલ્‍ક સર્વરોગ નિદાન કેમ્‍પ

એચસીજી હોસ્‍પીટલનો સહયોગઃ બાળાઓને લાણી વિતરણઃ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અપાશે

રાજકોટ તા. ર૧ :.. સામાજીક, શૈક્ષણીક સંસ્‍થાના અગ્રણી તેમજ જીવદયા પ્રેમી જૈન અગ્રણી કિશોરભાઇ પી. કોરડીયાની જન્‍મભૂમિ તેમજ તેમના પૂજય પિતાશ્રી સ્‍વ. પરમાણંદદાસ મુળજીભાઇ કોરડીયાની કર્મભૂમિ એવુ ગામ ‘દેરડી' તાલુકો જેતપુર જીલ્લો રાજકોટમાં એચસીજી હોસ્‍પિટલ રાજકોટ તથા સ્‍વ. ચંપાબેન પરમાણંદદાસ મુળજીભાઇ કોરડીયા શ્રી કોરડિયા પરિવાર રાજકોટ અને દેરડી (જેતપુર) ગ્રામજનો દ્વારા વિનામૂલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.

કેમ્‍પમાં ઉપલબ્‍ધ સારવાર ફી નિષ્‍ણાંત ડોકટર દ્વારા તપાસ તેમની સાથે ઇસીજી તપાસ, બ્‍લડ પ્રેસર, આરબીએસની જરૂરી દર્દીમાં તપાસ કરવામાં આવશે. સાથે રાજકોટના ડો. જવલંત મુલીયા બીઅડીએસ, એમડીએસ દાંત તથા પેઢાના નિષ્‍ણાંત દ્વારા દાંતના રોગોનું નિદાન કરવામાં આવશે. અને જરૂર જણાયે દવા લખી આપવામાં આવશે. કેમ્‍પ તા. ર૪ ને રવિવાર સવારે ૧૦ કલાકથી બપોરના ર કલાક સુધી.

શ્રી દેરડી પ્રાથમિક શાળા તાલુકો જેતપુર જીલ્લો રાજકોટમાં આયોજન કરેલ છે.

જેમાં માર્કેટીંગ એકઝયુકયુટીવ એચસીજી હોસ્‍પિટલના ભાર્ગવભાઇ ગોહેલ, જૈન શ્રેષ્‍ઠી જિતેશભાઇ મહેતા જામનગર, નિલેષભાઇ કિશોરભાઇ કોરડીયા, દેરડી ગ્રામ પંચાયત સરપંચ પ્રવિણભાઇ તારપરા, ઉપસરપંચ વિનુભાઇ ગોંડલીયા, દેરડી પ્રાથમિક શાળાના આચાર્ય ગીતાબેન કંટેસરીયા, તેમજ શિક્ષક મનીષભાઇ સોરઠીયા, દેરડી ગ્રામજન જગજીવનભાઇ ગોબરભાઇ ગોંડલીયા, અરવિંદભાઇ ગોંડલીયા, જયસુખભાઇ તારપરા, શ્રી મનસુખભાઇ ચભાડીયાને નામ નોંધાવા તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરવાનો રહેશે.

મેડીકલ નિદાન કેમ્‍પની સાથે દેરડી ગામમાં સેવાકિય પ્રવૃતિ જેમાં વિદ્યાદાન દેરડી  પ્રાથમિક શાળાના ર૦૦ વિદ્યાર્થીઓને પેન્‍સીલ, રબ્‍બર તેમજ બિસ્‍કીટ વિતરણ, તેમજ અન્નદાન દરેડી ગ્રામજનોના ર૦૦ થી રપ૦ બાળકોને બુંદી તેમજ ગાંઠીયાનું બેસીને જમણવાર તેમજ દેરડી જય અંબે ગરબી મંડળ, સનાતન ગરબી મંડળ, જય ખોડીયાર ગરબી મંડળની બાળાઓને કોસ્‍મેટીક કીટ તેમજ બિસ્‍કીટ લહાણી વિતરણનું આયોજન કરવામાં આવેલ છે.

(5:36 pm IST)