Gujarati News

Gujarati News

News of Friday, 22nd September 2023

વિદેશી દારૂ, ઘરફોડ ચોરી અને મારામારીના ગુન્‍હામાં નાસતા-ફરતા ત્રણ શખ્‍સ પકડાયા

ત્રણ ગુનામાં ફરાર રઘુને ક્રાઇમ બ્રાંચે, નવ વર્ષથી ફરાર નાનુ ઉર્ફે કાણીયાને તાલુકા પોલીસે અને ૧૩ વર્ષથી ફરાર અજયને માલવીયાનગર પોલીસે દબોચ્‍યો

રાજકોટ તા. રર : શહેરના અલગ અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી છે જેમાં ક્રાઇમ બ્રાંચે તાલુકા તથા માલવીયાનગર પોલીસે વિદેશી દારૂ, ઘરફોડ ચોરી અને મારામારીના ગુન્‍હામાં ફરાર ત્રણ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં વિદેશી દારૂના ત્રણ અલગ અલગ  ગુન્‍હામાં નાસતો ફરતો શખ્‍સ રાજકોટમાં હોવાની ક્રાઇમ બ્રાંચના કોન્‍સ કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઇ મેતાને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી રઘુ ભગુભાઇ સોનારા (ઉ.ર૬) (રહે. આજીવસાહત પાસે ખોડીયારપરા શેરી નં.૧૬) ને પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ. વાય. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી. પટેલ, હેડ કોન્‍સ રણજીતસિંહ પઢારીયા, વિજયરાજસિંહ જાડેજા, સંજયભાઇ દાફડા, મયુરભાઇ મીયાણા, કોન્‍સ વિજયભાઇ મેતા, કુલદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

જયારે તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં નવ વર્ષ પહેલા થયેલી ચોરીના ગુન્‍હામાં નાસ્‍તો ફરતો શખ્‍સ પુનીતનગર પાસે હોવાની તાલુકા પોલીસ મથકમાં હેડ કોન્‍સ કુલદીપસિંહ જાડેજા, અને ધર્મરાજસિંહ રાણાને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી ઘરફોડ ચોરીના ગુન્‍હામાં નવ વર્ષથી ફરાર નાનુ ઉર્ફે કાણીયો માકાભાઇ વાઘેલા ઉ.૪પ (રહે. શકિતનગર પાણીના ટાંકા પાસે પાલીતાણા)ને પકડી લીધો હતો.

પોલીસે અગાઉ મહેશ પરમારની ધરપકડ કરી હતી જયારે નાનુ ઉર્ફે કાણીયો મકાનમાલીક ઉપર હુમલો કરી ભાગી ગયો હતો આ કામગીરી પી.આઇ.વી.આર.પટેલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એચ.જી. ગોહિલ, એચ.વી. સોમૈયા, હેડ કોન્‍સ ક્રિપાલસિંહ ઝાલા, કિશનભાઇ પાંભર, અજયભાઇ, કોન્‍સ કુલદીપસિંહ, ધર્મરાજસિંહ હર્ષરાજસિંહ, કુશલભાઇ, નિકુંજભાઇ, જીતુભાઇ તથા કીરીટભાઇ રામાવત દ્વારા કરવામાં આવી હતી.

જયારે માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્‍સ અજયભાઇ વિક્રમા, કોન્‍સ કૃષ્‍ણદેવસિંહ ઝાલા તથા ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતા માલવીયાનગર પોલીસ મથકમાં નોંધાયેલી મારામારીના ગુન્‍હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા અજયઉર્ફે ગુડુ નાનુભાઇ ઉધરેજીયા (ઉ.૩ર) (રહે. દેવપરા સીધુરીયાની ખાણ પાસે ઝુપડામાં) ને ઝુપડપટ્ટીમાંથી ઝડપી લીધો હતો આ કામગીરી પી.આઇ. એ.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એસ.મહેશ્વરી હેડ કોન્‍સ અજયભાઇ વિક્રમા, મસરીભાઇ ભેટારીયા, રવિભાઇ નાથાણી, યશપાલસિંહ ગોહીલ, કોન્‍સ ભાવેશભાઇ ગઢવી, અંકીતભાઇ નિમાવત, રઘુવીરસિંહ જાડેજા, હરસુખભાઇ સબાડ, કુષ્‍ણદેવસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, દ્વારા સંજયભાઇ બારોટ દ્વારા કરવામાં આવી હતી.

(4:12 pm IST)