Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

આર.ટી.ઓ.ના બોગસ લાયસન્સના કેસમાં આરોપીઓના આગોતરા જામીન મંજુર

રાજકોટ,તા.૨૨ : રાજકોટ શહેરના આર.ટી.ઓ. કચેરીમાં બોગસ લાયસન્સ કાઢવા અંગેનું કૌભાંડ રાજકોટની એસ.ઓ.જી. પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ જેમાં એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. એચ.એમ.રાણા ફરાયાદી બની આઈ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪ તેમજ ૧૨૦(બી) મુજબની ફરીયાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપી રૈયાભાઈ દુદાભાઈ સરૈયા (ભરવાડ)ની પોલીસ દ્વારા સંભવિત ધરપકડથી બચવા માટે જેથી રાજકોટની  સેશન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન અરજી ગુજારેલ હતી. જેમાં  સેશન્સ કોર્ટે આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ગત તા. ૧૨/૦૪/૨૦૧૯ના રોજ એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. એચ.એમ. રાણાને ખાનગી રાહે બાતમી મળેલ કે આર.ટી.ઓ. રોડ પર આવેલ મનહર સોસાયટી શેરી નં.૧માં આવેલ ઓફીસ પર આરોપી હેમાંશુ હસમુખભાઈ વાળા બોગસ લાયસન્સ બનાવવાની કામગીરી કરે છે

જેથી એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. અને તેની સાથેના કર્મચારીઓએ સદરહું બનાવ વાળી જગ્યામાં તપાસ કરતા ઉપરોકત આરોપી ઝડપાઈ ગયેલ તેમજ લાયસન્સ કઢાવવા માટેના જુદા-જુદા પ્રમાણપત્રો તેમજ પ્રીન્ટર પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ જેમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તમામ લીવીંગ સર્ટીફીકેટો ધોરણ-૮ પાસના જુદી-જુદી શાળાઓના હતા જે અંગે ખરાઈ કરતા અમુક શાળાઓ અસ્તીતત્વમાં ન હોય તેમજ બાકીના સર્ટીફીકેટો પણ બોગસ નીકળતા આરોપીની ધોરણસરની ચટક કરી તપાસ આગળ ધપાવતા જુદા—જુદા એજન્ટો મારફતે આર.ટી.ઓ. કચેરીમાં આ રીતનું મોટાપાયાનું બોગસ લાયસન્સ કઢાવવાનું કૌભાંડ બહાર આવેલ જેના અનુસંધાને પોલીસ દ્વારા આર.ટી.ઓ. કચેરીના જુદા-જુદા એજન્ટો તેમજ લાયસન્સ કઢાવનાર વ્યકિતઓને આરોપી બનાવી એસ.ઓ.જી. પોલીસ દ્વારા જુદી-જુદી ૨૦ વ્યકિતઓની આ ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ છે.

આ કામના આરોપી રૈયાભાઈ દુદાભાઈ સરૈયા (ભરવાડ)ની પોલીસ દ્વારા ધરપકડ કરવાની તજવીજ હાથ ધારેલ હોય જેથી આ કામના આરોપીએ સંભવિત ધરપકડથી બચવા માટે આરોપીએ ઉપરોકત કામ સબબ આગોતરા જામીન પર મુકત થવા માટે જામીન અરજી રાજકોટની સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી જે અન્વયે રાજકોટ સેશન્સ કોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ રાજકોટ સેશન્સ કોર્ટમાં આ કામના આરોપીને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

 આ કામમા આરોપી વતી   એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા તથા એમ. એન. સિંધવ રોકાયેલા હતા.

(3:55 pm IST)