Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

કોરોનાને હંફાવનાર તુષારભાઇ ગણાત્રા બન્યા પ્લાઝમા ડોનર

રાજકોટ તા. ૨૨ : સમગ્ર વિશ્વમાં કોરોનાએ કમઠાણ મચાવ્યુ છે. ત્યારે કોરોનાને હંફાવી સ્વસ્થ થયેલા રાજકોટના જમીન મકાનાના વ્યવસાય સાથે સંકળાયેલા તુષારભાઇ દિલીપભાઇ ગણાત્રાએ પ્લાઝમાં ડોનર બનીને ઉત્તમ સેવાનું ઉદાહરણ પુરૂ પાડયુ છે. હજુ ૩૦ દિવસ પહેલા પોતે જે કોરોનાનો સામનો કરી રહ્યા હતા અને તેમાથી સંપૂર્ણ બહાર આવ્યા એવા તુષારભાઇને તેમના મિત્ર તુષારભાઇ ઉનડકટ દ્વારા જાણ થઇ કે સેલસ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ મુકતાબેન ખુંટને બી-પોઝીટીવ પ્લાઝમાની જરૂર છે. તુરંત તેમણે પ્લાઝમા ડોનર બનવા નિર્ણય લઇ લીધો. તેમની આવી માનવ સેવાની ઉમદા વૃત્તિને 'દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ' ટીમના મુકેશ દોશી, ઉપેન મોદી, સુનીલ વોરા, નલીન તન્ના, અનુપમ દોશી, કિરીટ આદ્રોજાએ અભિનંદન પુરા પડયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ સાથે સંકળાયેલ ૧૭ વ્યકિત અત્યાર સુધીમાં પ્લાઝમા ડોનર બની ચુકયા છે.

(3:16 pm IST)