Gujarati News

Gujarati News

News of Sunday, 22nd May 2022

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ સમિક્ષા બેઠક

સરકારની ૧૩ જેટલી યોજનાઓની સમિક્ષા જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ કરી

રાજકોટ :વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અનુસાર ચાલતી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ જનસુખાકારીની યોજનાઓની સમિક્ષા બેઠક જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.

  આ બેઠકમાં આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી કિસાન યોજના, પ્રધાનમંત્રી જીવનજ્યોતી વિમા યોજના, સ્વામિત્વ યોજના, ભારત નેટ વન યોજના, સોઈલ હેલ્થ કાર્ડ અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી સ્વનિધી યોજના સહિત ૧૩ જેટલી યોજનાઓની સમિક્ષા જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારીએ કરી હતી તેમજ સબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી હતી.

 આ બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાહુલ ગમારા સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા

(10:59 pm IST)