Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

હોસ્પિટલે પોલીસના ધાડેધાડા-રામધૂન બોલાવાઇ

સફાઇ કામદારનું ભૂગર્ભ ગટરમાં ગુંગળાઇ જતાં મૃત્યુ નિપજતાં તેના પરિવારને રોકડ સહાય, આવાસ અને નોકરી ન અપાય ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારાય અને મૃતદેહને મનપા કચેરીઍ લઇ જવાશે તેવો નિર્ણય કરવામાં આવતાં હોસ્પિટલ અને મનપા કચેરીઍ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઇ, વિજીલન્સ અધિકારી, પ્ર.નગર પોલીસ સ્ટાફ તથા ઍ-ડિવીઝન પોલીસની ટીમોઍ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. તસ્વીરમાં આગેવાનો સાથે ચર્ચા કરતાં પોલીસ અધિકારીઅો, હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે રામધુન બોલાવતાં મૃતકના સ્વજનો અને સમાજના લોકો, મૃતકના જેની સાથે લગ્ન થવાના હતાં ઍ યુવતિ, મૃતકના શોકમય માતા અને મહિલા સભ્યો સાથે મહિલા પોલીસ કર્મચારીઅો જાઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:35 pm IST)