Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

માધાપર ચોકડી પાસેથી રાજસ્‍થાનનો દીલીપ ચોરાઉ મોબાઇલ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ ફીરોઝભાઇ શેખ અને હેડ કોન્‍સ. ડી.ડી.જાડેજાની બાતમી

રાજકોટતા. ૨૨ : શહેરના માધાપર ચોકડી પાસેથી ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીના આધારે રાજસ્‍થાનના શખ્‍સને ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માધાપર ચોકડી પાસે એક શખ્‍સ ચોરાઉ મોબાઇલ સાથે ઉભો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ ફીરોઝભાઇ શેખ અને હેડ કોન્‍સ. ડી.ડી.જાડેજાને બાતમી મળતા પી.આઇ. બી.ટી.ગોહિલ તથા સ્‍ટાફે માધાપર ચોકડી પાસેથી દીલીપ વીજયભાઇ ખાટ (ઉ.વ.૨૦) (રહે. રૈયા ચોકડી નાણાવટી ચોક પાસે મુળ નાહલી, પ્રતાપગઢ, રાજસ્‍થાન) ને રૂા. ૧૨,૪૯૯ની કિંમતનો ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ બી.ટી.ગોહિલ, એ.એસ.આઇ ફીરોઝભાઇ શેખ હેડ કોન્‍સ. દેવશીભાઇ ખાંભલા, ભરતસિંહ પરમાર, ડી.ડી.જાડેજા, કોન્‍સ. રોહીતભાઇ કછોટ, સહદેવસિંહ જાડેજા અને મોહીલરાજસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

(5:19 pm IST)