Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

ધર્મેન્‍દ્ર રોડ શાક માર્કેટ પાસે વરલીનો જુગાર રમતો મહેબુબ ઉર્ફે મેબલો પકડાયો

ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યો : સોનીબજારમાંથી સંજય ચાવડાને ડીસીપી ઝોન-૨ની એલસીબીએ પકડયો

રાજકોટ,તા. ૨૨ : શહેરના ધર્મેન્‍દ્ર રોડ પર શાકમાર્કેટ પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરનો જુગાર રમતા એક શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ધર્મેન્‍દ્ર રોડ પર શાકમાર્કેટ પાસે એક શખ્‍સ જુગાર રમતો હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એન.ડી.ડામોર સહિતના સ્‍ટાફે દરોડો પાડી શાકમાર્કેટ પાસે વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા મહેબુબ ઉર્ફે મેબલો મહંમદભાઇ સૈયદ (ઉવ.૪૩) (રહે. બજરંગવાડી શેરી નં. ૧૪ મુળ ધ્રાંગધ્રા)ને પકડી લઇ રૂા. ૪૦૫૦ની રોકડ તથા મોબાઇલ ફોન મળી રૂા. ૬૦૫૦ ની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ ચેતનભાઇ ચાવડા હેડ કોન્‍સ. ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, કોન્‍સ. અશોકભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.

જ્‍યારે બીજા દરોડામાં સોની બજાર માંડવી ચોક પાસે ડીસીપી ઝોન-૨ની એલ.સી.બીના હેડ કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ અને ધર્મરાજસિંહને બાતમી મળતા પી.એસ.આઇ. આર.એચ.ઝાલા, હેડ કોન્‍સ. વિરેન્‍દ્રસિંહ ઝાલા, મૌલીકભાઇ સાવલીયા, હરપાલસિંહ જાડેજા રાહુલભાઇ ગોહેલ કોન્‍સ. અમિનભાઇ ભલુર મનીષભાઇ સોઢીયા જયપાલસિંહ સરવૈયા તથા ધર્મરાજસિંહ ઝાલા સહિતે બાતમીના આધારે દરોડો પાડી વરલી ફીચરના આંકડા લખી જુગાર રમાડતા સંજય નરશીભાઇ ચાવડા (ઉવ.૩૦) (રહે. ભગવતીપરા સુખસાગર સોસાયટી)ને પકડી લઇ રૂા. ૨૧૦૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી

(4:14 pm IST)