Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2024

૧૭ લાખના ચેક રિટર્નના કેસમાં વોરંટ નીકળતા કંપનીએ રકમ ભરી દીધી

રાજકોટ તા.૨૨: રૂા.૧૭ લાખના ચેક રીટર્ન કેસમાં વોરંટ નીકળતા હિમાચલ પ્રદેશની કંપનીએ રકમ ચુકવી દીધી હતી.

આ કેસની વિગત અવી છે કે, રાજકોટના શાપર-વેરાવળ ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયામાં સુરેશભાઇ સોરઠીયા ‘એન્‍ડોક લાઇફકેર પ્રા.લી.' ના નામથી ડિરેકટર દરજજે ફાર્માસ્‍યુટીકલ રો મટીરીયલ્‍સનું મેન્‍યુફેકચર કરીને વેપાર કરે છે. જયારે આ કામના આરોપીઓ ધનંજયકુમાર, નીરજકુમાર નીર અને અન્‍ય ડિરેકટરો ‘સેલીબ્રીટી બાયોફાર્મા લી.' ના નામથી સરનામું: વિલેજ પંગા, બરોટીવાલા, બદદી, જી.સોલાન હિમાચલ પ્રદેશ ખાતે કંપની ચલાવે છે તેઓએ ફરીયાદી કંપની પાસેથી ફાર્માસ્‍યુટીકલ રો-મટીરીયલ્‍સના માલની રૂા.૧૭,૩૯,૦૨૫/- અંકે રૂપિયા સતર લાખ ઓગણ ચાલીસ હજાર પચીસ પુરા ની ખરીદી કરેલી જે માલનું પેમેન્‍ટ ચુકવવા માટે તેઓએ તેમની કંપનીના ખાતાવાળી બેંકના બે ચેક મોકલાવેલ હતા. જે બન્ને ચેક જમાં કરાવતા ‘પેમેન્‍ટ સ્‍ટોપ્‍ડ બાય ડ્રોવર' ના શેરા સાથે પરત ફરેલ હતા. આથી ઉપરોકત રકમના બંન્ને ચેક બિન ચુકતે પરત ફરતા નોટીસ મોકલાવેલી આમ છતા રકમ ન ચુકવતા ‘એન્‍ડોક લાઇફકેર પ્રા.લી.' કંપનીએ તેમના વકીલ મારફત ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ તથા ૧૪૧ હેઠળ સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલી. જેમાં હિમાચલ પ્રદેશની કંપની સેલીબ્રીટી બાયોફાર્મા લી. ના ડિરેકટરો ધનંજય કુમાર, નીરજ કુમાર નીર તથા અન્‍ય ડિરેકટરોને રાજકોટની સ્‍પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં હાજર થવા અંગેનું વોરંટ મળતા જ બન્નેં ચેક મુજબની રકમની બેંક મારફત ચુકવણી કરી આપેલી હતી. આ કેસમાં ફરીયાદી કંપની તરફે વકીલ શ્રી અતુલ સી. ફળદુ, શ્રી અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયેલ છે.

(4:23 pm IST)