News of Thursday, 22nd February 2018

સોની વેપારીએ નશાની હાલતમાં મર્સિડીઝ કાર હંકારી સાઇકલસ્વારને ઠોકરે ચડાવ્યોઃ ત્રણ ગુના નોંધી ધરપકડ

પોલીસ હેડકવાર્ટર સર્કલ પાસે રાત્રે બનાવઃ પોલીસ પહોંચતા કાર ચાલુ કરી ભાગવાનો પ્રયાસ કર્યો : પેલેસ રોડ પર શો રૂમ ધરાવતાં મનિષ થડેશ્વર સામે પ્ર.નગર પોલીસની કાર્યવાહી

કબ્જે થયેલી પ૦ લાખની કાર

રાજકોટ તા. ૨૨: રેસકોર્ષ રીંગ રોડ પોલીસ હેડકવાર્ટર સર્કલ પાસે રાત્રીના પેલેસ રોડ સોનાના દાગીનાનો શો રૂમ ધરાવતાં અને જાગનાથમાં રહેતાં સોની વેપારીએ નશો કરેલી હાલતમાં મર્સિડીઝ કાર હંકારી એક સાઇકલસ્વારને ઉલાળી દેતાં પોલીસે તેની સામે કાર્યવાહી કરી છે. નશો કરવાનો, કારમાં બીયર રાખવાનો અને અકસ્માત સર્જવાનો એમ ત્રણ ગુના આ વેપારી સામે નોંધાયા છે.

જાણવા મળ્યા મુજબ પ્ર.નગરના પી.આઇ. બી.એમ. કાતરીયાની રાહબરીમાં પી.એસ.આઇ. એમ. જે. રાઠોડ, હેડકોન્સ. દેવશીભાઇ ખાંભલા, હેમેન્દ્રભાઇ વાઘીયા, અરવિંદભાઇ મકવાણા, મોહસીન ખાન, અજીતસિંહ પરમાર સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે મોહસીનખાન અને હેમેન્દ્રભાઇને માહિતી મળી હતી કે રેસકોર્ષ રીંગ રોડ પર પોલીસ હેડકવાર્ટરના સર્કલ પાસે મર્સિડીઝ કાર નં. જીજે૩કેસી-૬૨૦૦ના ચાલકે એક સાઇકલસવારને હડફેટા લીધેલ છે અને હાલમાં કાર બંધ હાલતમાં ઉભી છે.

આ માહિતી પરથી પોલીસ ટૂકડી ત્યાં પહોંચી હતી અને તપાસ કરતાં કાર ત્યાંઉભેલી જોવા મળી હતી. જે અંદરથી લોક હતી. પોલીસને  જોઇ કાર ચાલકે કાર સ્ટાર્ટ કરી દીધી હતી. પણ પોલીસે તેને આંતરી લઇ ચાલકને બહાર કાઢી પુછતાછ કરતાં તેણે પોતાનું નામ મનિષ જમનાદાસ થડેશ્વર (સોની) (ઉ. ૪૩-રહે. જાગનાથ પ્લોટ-૬, અક્ષર તીર્થ બ્લોક નં. ૧૨ ચોથો માળ) જણાવ્યું હતું.

તપાસ કરતાં તેણે કેફી પ્રવાહી પીધાનું જણાયું હતું. તેની પાસે કોઇ પરમીટ ન હોઇ ગુનો નોંધવામાં આવ્યોહ તો અને ધરપકડ કરાઇ હતી. કારની તલાશી લેતાં ડ્રાઇવર સીટ નીચેથી બીયરના ૫૦૦ એમ.એલ.ના ચાર ટીન રૂ. ૪૦૦ના મળતાં તે તથા રૂ. ૫૦ લાખની મર્સિડીઝ બેન્ઝ કાર કબ્જે લીધી હતી. પોલીસના કહેવા મુજબ આ વેપારીને પેલેસ રોડ પર સોનાના દાગીનાનો મનિષ જમનાદાસ નામે શો રૂમ છે. તેણે બીયરના ટીન કયાંથી લીધા? તે અંગે તપાસ થશે.

અકસ્માતનો ગુનો

પોલીસે રેફયુજી કોલોની કવાર્ટર નં. ૪૫માં રહેતાં સુનિલભાઇ ધીરૂભાઇ કુકરેજા ની ફરિયાદ પરથી પણ મર્સિડીઝ કારના ચાલક સામે ૨૭૯, એમવીએકટ ૧૩૪, ૧૮૪, ૧૭૭ મુજબ અકસ્માત સર્જવાનો ગુનો નોંધ્યો છે. સુનિલભાઇના પુત્ર માનવ (ઉ.૧૫)ને સાઇકલ સહિત કારની ઠોકરે ચડાવી માથા-ડાબા પગે ઇજા પહોંચાડ્યાનું ફરિયાદમાં જણાવાયું છે. વધુ તપાસ દેવશીભાઇ રબારી કરે છે.

(12:55 pm IST)
  • અમદાવાદના રજવાડુ રેસ્ટોરન્ટમાં એસજી, એસટીના દરોડા : ૭ કરોડના બીનહિસાબી વ્યવહારો મળ્યા : જીવરાજ પાર્કમાં આવેલ રજવાડુ રેસ્ટોરન્ટમાં બિનહિસાબી વેચાણ થતુ હોવા મુદ્દે એસજી એસટીની ટીમે ૭ કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપી લીધા : સ્થળ પર રૂ.૧૬.૧૫ લાખની વસૂલાત પણ કરાઈ access_time 6:01 pm IST

  • મનરેગા યોજનાની ગ્રાન્ટમાં ઘટાડો : ૪૮૧.૨૧ કરોડની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર દ્વારા ન અપાઈ : કેન્દ્ર દ્વારા રાજય સરકારને ૧૪૬૮.૭૧ કરોડની ગ્રાન્ટ અપાઈ : છેલ્લા બે વર્ષમાં કરી હતી માંગણી access_time 3:43 pm IST

  • જમ્મુ - કાશ્મીર : એલઓસી પાસે ૧૭૦ આતંકીઓ ઘુસણખોરીની ફિરાકમાં access_time 3:38 pm IST