Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

પગાર-ભથ્થા સુધારણા બાબતે 'જીબીઆ' એ આંદોલન છેડયું: ર૦ માર્ચે હડતાલ

વીજ બોર્ડને આંદોલન-હડતાલની નોટીસ ફટકારીઃ વિગતો આપતા બી.એમ. શાહ-સાવલીયા તથા લાલકીયાઃ એલાને જંગ : ૭ માર્ચથી લડત શરૃઃ ધરણાઃ વર્ક ટુ રૂલ-ગાંધીનગરમાં પ્રતિક ઉપવાસઃ પ્રશ્ન નહી ઉકેલાય તો ર૬ માર્ચથી ૬ હજાર ઇજનેરોની બેમુદતી હડતાલ...

'અકિલા' કાર્યાલય ખાતે જીબીઆના બે ડઝનથી વધુ પ્રશ્નો અંગે વિગતો આપતા અગ્રણી હોદેદારો શ્રી બી. એમ. શાહ, આર. બી. સાવલીયા, એમ. જે. લાલકીયા નજરે પડે છે.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટતા.૨૨: સમગ્ર ભારતમાં ઉર્જા ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રતાક્રમ ધરાવે છે. છેલ્લા દસ વર્ષોમાં વીજળી ક્ષેત્રે રાજ્યમાં બમણાથી વધારે વિકાસ નોધાયેલ છે. તેમાં જીઇબી એન્જીનીયર્સ એસોસીએશનના સભ્યો એવા તમામ ઇજનેરોનો શિંહફાળો રહેલો છે. રાજ્યમાં જી.ઇ.બી.એન્જીનીયર્સ એસોસીએશન જીયુવીએનએલ અને તેની સલગ્ન કંપનીઓમાં માન્યતા ધરાવતું ઇજનેરોનું એસોસીએશન છે. જેમાં જુનિયર ઇજનેરથી લઇને ચીફ ઇજનેર સુધીના તમામ ઇજનેરો જીબિઆના સભ્યો છે. તેમજ હાલના આશરે ૬૨૦૦ ઇજનેરો, ડોકટર્સ, પ્રોગ્રામર્સ, કેમિસ્ટ માંથી અંદાજે ૫૫૦૦ થી વધુ ઇજનેરો, ડોકટર્સ, પ્રોગ્રામર્સ, કેમિસ્ટ જીબિઆનું સભ્યપદ ધરાવે છે.

જીબીઆ દ્વારા છેલ્લા દોઢ વર્ષ દરમિયાન અધિકારીઓ અને કર્મચારીઓના પગાર સુધારણા માટે તથા અન્ય મળતા લાભો અંગે જીયુવીએનએલ મેનેજમેન્ટ તથા સરકારશ્રીમાં અવારનવાર, લેખિત, મૌખિક, વિનંતીપૂર્વક રજુઆતો શાંતિપૂર્વક કરવામાં આવેલ. જેના ભાગરૂપે જીયુવીએનએલ દ્વારા તા.૨૧-૮-૧૭ના રોજ ગાંધીનગર ખાતે જીબીઆ કોરકમિટીને સાંભળવામાં આવેલ. ત્યારબાદ તા.૩૦-૮-૧૭ના રોજમાં ઊર્જામંત્રીશ્રી અને અધિક મુખ્ય સચિવશ્રી (ઊર્જા), મેનેજીંગ ડીરેકટરશ્રી (જીયુવીએનએલ) તથા તમામ ઊચ્ચ અધિકારીશ્રીઓની હાજરીમાં ગાંધીનગર ખાતે મીટીંગ કરવામાં આવેલ હતી. જેમાં જીબીઆ કોરકમિટી દ્વારા આગામી પગાર સુધારણા અને પ્રાણ પ્રશ્નોની રજુઆતો કરવામાં આવેલ. સરકારશ્રી દ્વારા આ મીટીંગમાં હકારાત્મક અભિગમ અપનાવી થયેલ કાર્યવાહી નોંધ પાઠવી જીયુવીએનએલ મેનેજમેન્ટને નોંધ મુજબ અમલવારી કરવા સૂચના પાઠવેલ છે. ત્યારબાદ જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા તા.૨૭-૯-૧૭ના રોજ વડોદરા ખાતે જીબીઆ કોરકમિટીને મીટીંગ આપવામાં આવેલ જેમાં મુદ્દાઓની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવેલ હતી.

જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા તા.૨૪-૧૦-૧૭ના રોજ જીબીઆને એક પત્ર પાઠવવામાં આવેલ જેમાં સ્પષ્ટ દર્શાવેલ કે ''કારકિર્દી પ્રગતિ''ના લાભો આપવાનું મેનેજમેન્ટ તથા સરકારશ્રી દ્વારા સૈધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે. તથા તા.૨૩-૧૧-૧૭ના રોજ જીયુવીએનએલ મેનેજમેન્ટ દ્વારા જીબીઆને પત્ર લખી જણાવેલ કે વિદ્યુત સહાયક જુનીયર ઇજનેરો ને મળવા પાત્ર લાભો અંગે સરકારશ્રી ને દરખાસ્ત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે બાદ જીબીઆ દ્વારા ફરીથી અવારનવાર રજુઆતો કરવામાં આવેલ પરંતુ કોઇને કોઇ કારણોસર પરિણામ મળેલ નથી.

પરંતુ જીયુવીએનએલ દ્વારા કોઇ કારણોસર વિલંભ કરવામાં આવે છે જેથી જીબીઆ દ્વારા રાજકોટ, મહેસાણા, વડોદરા, સુરત, અમદાવાદ ખાતે હોદેદારો અને સભ્યોની મીટીંગ કરવામાં આવેલ અને તેમાં સર્વસંમતીથી નક્કી કરવામાં આવેલ કે જીબિયાની વ્યાજબી માંગણીઓ બાબતે ઘણા સમયથી ન્યાય આપવામાં આવેલ નથી તેથી જીબિયા દ્વારા જીયુવીએનએલ મેનેજમેન્ટ સમક્ષ ગાંધી ચિંધ્યા રહે આંદોલાત્મક પગલાઓ ભરવાની ફરજ પાડેલ છે. અને સર્વાનુમતે નિર્ણય કરી જીબીઆ દ્વારા તા.૧૯-૨-૧૮ના રોજ મેનેજમેન્ટને હડતાલની નોટિસ આપવામાં આવેલ છે.

મુખ્ય માંગણીઓમાં (૧)જી.ઇ.બી એન્જીનીયર્સ એસોસીએશન દ્વારા તેના સભ્યોના આગામી પગાર અને ભથ્થા સુધારણા કરવા માટે ''ચાર્ટર ઓફ ડિમાન્ડ'' (સાતમા પગાર પંચ અંતર્ગત) સરકાર અને જીયુવીએનએલ મેનેજમેન્ટ આપેલ છે તેની અમલવારી કરવી.

(૨) તા.૧-૧-૨૦૧૬થી નક્કી થયા મુજબના પગાર અને ભથ્થા સુધારણાનાં તમામ લાભ રોકડ એરિયર્સ સહિત ચૂકવણી કરી અમલવારી કરવા માગણી છે.

(૩) જીબીઆના સભ્યોને ''કારકિર્દી પ્રગતિ'' હેઠળ નોકરીના કાર્યકાળ દરમિયાન ત્રણ વખત ઉચ્ચતર પગારધોરણનો લાભ કે જેની સરકારશ્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપેલ છે, તેની અમલવારી કરવી.

પાવર સ્ટેશન અને સબસ્ટેશનમાં જનરલ શિફટમાં તથા સબ-ડિવિઝનમાં કામ કરતા પોતાને ફરજ અસામાન્ય વિષમ પસિસ્થિતિઓ જેવી કે કુદરતી આફતો, વરસાદ, પૂર-વાવાઝોડા,ટાઢ-તડકો, ધરતીકંપ સમયે ખૂબજ કાર્યભારણ સાથે સતત ૨૪*૭ જવાબદારીનું વહન કરી ફરજ છે, તો વધારાનું ૧૫% ''હાર્ડશિપ એલાઉન્સ'' લાભ મળવું જોઇએ.

જીયુવીએનએલની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા જીબીઆના તમામ સભ્યો પોતાની ફરજ જાહેર અઠવાડિક રજા તેમજ જાહેર તહેવારોની રજાઓમાં ફરજ બજાવે છે તો તેઓને બેઝિકના ૬% મુજબ ''પબ્લિક હોલિડે કોમ્પેન્સેશન'' આપવા અમારી માગણી છે.

નોટીસમાં તા. ૭ મીએ ધરણા, તા. ૧૩ થી બેમુદતી વર્ક ટુ રૂલ, તા. ૧૪ મીએ ગાંધીનગરમાં ધરણા યોજાશે. તેમજ તા. ર૦ મી માર્ચે પ હજારથી વધુ ઇજનેરો એક દિ'ની હડતાલ પાડશે અને તા. ર૬-૩-ર૦૧૮ ના રોજથી જીયુવીએનએલ અને તેની સંલગ્ન તમામ કચેરીમાં ફરજ બજાવતા જીબીઆ સભ્યો અચોકકસ મુદતની હડતાળ પાડશે. તેમ આજે 'અકિલા' ખાતે જીબીઆના સેક્રેટરી જનરલ શ્રી બી. એમ. શાહ, આર. બી. સાયલીયા (જનરલ સેક્રેટરી) અને એમ. જે. લાકલીયા (જનરલ સેક્રેટરી પીજીવીસીએલે) ઉમેર્યું હતું. (પ-૧રા

જીબીઆ-વીજ ઇજનેરોનું આંદોલનઃ મુખ્ય માંગણીઓ

૧. જનરેશન અને જેટકો વિંગમાં શિફટ ડયુટીમાં ફરજ બજાવતા ઇજનેરોને શિફટ એાલઉન્સ તથા ઓવર ટાઇમ તેમજ પાનન્ધ્રો ખાતે ફરજ બજાવતા ઇજનેરોને હાયર ગ્રેડ જેવા લાભો મળતા હતા, તે હાલમાં બંધ કરવામાં આવેલ છે તેને પુનઃસ્થાપિત કરી આપવા.

ર. જીબીઆના તમામ સભ્યોને ''પોસ્ટ રિટાયરમેન્ટ મેડિકલ બેનિફિટ'' આપવા માટેની જે જીએસઓ.-૧ ગત પગાર સુધારણામાં જોગવાઇ કરવામાં આવેલ લાભાો રિટાયર્ડ થયેલ તમામ સભ્યોને આપવા.

૩. જીયુવીએનએલ અને તેની સબસીડીયરી કંપનીના જીબીઆ સભ્યોને મળતા મેડિકલ રિએમ્બર્સમેન્ટના લાભમાં આશ્રીતની આવક મર્યાદા તથા શહેર મુજબનું વર્ગીકરણ નકકી કરવામાં આવેલ છે તે તાત્કાલીક અસરથી દુર કરવું.  આ બાબતે પંજાબ અને હરિયાણા રાજયના નામદાર મા.હાઇકોર્ટના હુકમની અમલવારી કરવી.

૪. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા જીબીઆના તમામ સભ્યોને પોતાની સેવાનિવૃતિ બાદ સારા ભવિષ્ય અને શાંતિપૂર્વક જીવન પસાર કરી શકે અને જરૂરી આર્થિક જરૂરીયાતને પહોંચી વળે તે માટે ''પેન્શન યોજના'' લાગુ કરવી.

પ. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા જીબીઆ મેમ્બર્સને ''ઇન્ટર કંપની બદલી''ના લાભ મળે તે માટે નીતી ઘડવા અને અમલવારી કરવી.

૬. સેવા નિવૃત્તિ સમયે ગ્રેચ્યુઇટીના લાભ કેન્દ્ર સરકાર તથા રાજય સરકારના ધોરણે પરિપત્ર જીબિઆના સભ્યોને લાભ આપવા પગારપંચ મુજબ તા.૦૧/૦૧/ર૦૧૬ થી ગ્રેચ્યુઇટીની લિમીટ મહત્તમ ૧૦ લાખથી વધારીને ર૦ લાખ મંજુર કરેલ છે.

૭. જીયુવીએનએલ અને તેની સબસિડીયરી કંપનીમાંથી નિવૃત્ત થતા જીબીઆ સભ્યોને ગ્રેચ્યુઇટીના લાભ ગ્રેચ્યુઇટી એકટ-૧૯૭રને બદલે ગ્રેચ્યુઇટી રૂલ્સમાં મુજબ આપવી.

૮. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા અધિક્ષક ઇજનેર અને તેની ઉપરના ઇજનેર અધિકારીઓને ૮% મુજબ ફિલ્ડ એલાઉન્સ આપવા માંગણી છ.ે

૯. ડિસ્કોમમાં સબ ડિવીઝન સ્ટાફ સેટ-અપ માટેના નીતી નિયમો જી.એસ.ઓ.-૪ થી નકકી કરવામાં આવેલ છે તે મુજબ સત્વરે જરૂરી મંજુરી આપી તાત્કાલીક અમલવારી કરવી.

૧૦. ડિવીઝન ઓફીસ, સર્કલ ઓફીસ, સિવિલ વિભાગ અને આઇ.ટી.ગિભાનું કામભારણ મુજબ સ્ટાફ સેટ અપ નકકી કરી તે મુજબ જરૂરી સ્ટાફ મંજુર કરી આપવા અને સત્વરે અમલીકરણ કરવા માંગણી છ.ે

૧૧. જીબીઆની ઘણાં વર્ષોથી માંગણી મુજબ જેટકોમાં કાર્યભારણ મુજબ યુનિટ/ઓફિસવાઇઝ નોર્મ્સ બનાવી રિવાઇઝડ સ્ટાફ સેટ-અપ મંજુરી કરી અમલવારી કરી નવા સ્ટાફની ભરતી કરવી.

૧ર. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં વર્ગ-૧ અને વર્ગ-રમાં હાલ સેવાનિવૃતિ વય મર્યાદા પ૮ વર્ષને બદલે ૬ર વર્ષની કરવી. તથા ડોકટર્સને ૬ર વર્ષને બદલે ૬પ વર્ષની વયમર્યાદા ગણી સેવાનિવૃતિ કરવી.

૧૩. જી.ઇ.બી.દર પાંચ વર્ષે પગાર સુધારણા પ્રક્રિયા કરી લાભો મળતા પરંતુ કંપનીકર થયા બાદ પગાર સુધારણા રાજય સરકારના ધોરણે આપવાનું નકકી કરેલ છે તો જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા જીબીઆ સભ્યોને રાજય સરકારના કર્મચારી ગણી તમામ લાભ આપવા.

૧૪. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓ ટેકનીકલ સંસ્થા હોઇ સંસ્થાના મેનેજિંગ ડાયરેકટર/ડાયરેકટર તરીકે સંસ્થાનાજ બહોળા અનુભવી  ઇજનેરની નિમણુંક કરવી.

૧પ. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં રિટાયર્ડ ઇજનેરોને ''ઓન સ્પેશિયલ ડયુટી'' તરીકે પુનઃનિમણુંક કરી કાયમી ખાલી જગ્યા પર મુકવામાં આવે છે જેથી હયાત કર્મચારીઓના બઢતીના હકો રોકી અન્યાય કરવામાં આવે છે જેથી ''ઓ.એસ.ડી.'' પ્રથા તાત્કાલિક અસરેથી બંધ કરવી.

૧૬. કેન્દ્ર અને રાજય સરકારના કર્મચારીઓના ધોરણે સેવાનિવૃત્તિ સમયે મળતા હક્ક-રજાના રોકડ રૂપાંતર પર ઇન્કમટેકસમાંથી માફી છે. તે મુજબ જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા જીબીઆ મેમ્બર્સને લાભ આપવા માંગણી છે.

૧૭. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાંફરજ બજાવતા ટી.એમ.એસ., ડિવિઝન/સર્કલ ચેકિંગ સ્કવોડ, લેબોરેટરી, આઇ.ટી.ઇજનેરોને તથા પ્રોગ્રામર્સને સબ ડિવિઝન મુજબ ફિલ્ડ એલાઉન્સના લાભો આપવા.

૧૮. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા જીબીઆ મેમ્બર્સના બાળકોને ''ઉચ્ચ શિક્ષણ'' માટે સંસ્થાસ્તરે ફંડનું પ્રાવધાન કરી ''ઝીરો'' ટકા વ્યાજની લોન તેમજ અન્ય મળતી લોન ઓછા વ્યાજે આપવી તેમજ સંસ્થા દ્વારા દાનથી સંચાલિત ટેકનિકલ /ઉચ્ચ કોલેજોમાં ''સ્પેશ્યિલ રિઝર્વેશન સીટ'' કવોટા નકકી રાખી અગ્રતાક્રમે પ્રવેશ આપવો.

૧૯. જીયુવીએનએલ અને તેને સંલગ્ન કંપનીઓની કોર્પોરેટ/ઝોનલ/વર્તુળ કચેરીઓમાં ફરજ બજાવતા ઇજનેરોને ડિવિઝન ધોરણે મળતું ફિલ્ડ એલાઉન્સ આપવું.

ર૦. જીયુવીએનએલ અને તેની સંલગ્ન કંપનીઓમાં ફરજ બજાવતા તમામ જીબીઆ મેમ્બર્સને કંપની તરફથી મોબાઇલ ઇન્સ્ટ્રુમેન્ટ આપવા.

ર૧. સાતમાં પગાર પંચ અંતર્ગત કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોના વિદ્યુત કર્મચારીઓને આનુસંગિક પગારપંચ મંજુર કરવુ અને તેનું તા.૦૧/૦૧/ર૦૧૬ થી અમલવારી કરી તમામ લાભ આપવા.

રર. ઉપરોકત તમામ માગણી નંબર ૧ થી ર૬ મુદ્દાઓનો અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી આ માગણીઓના અસરકર્તા કોઇપણ જીબીઆના ઓફીસ બેરર્સ અને સામાન્ય સભ્યોને હેરાનગતી કરવી નહી નોકરીની શરતોમાં ફેરફાર કરવો નહી, મંજુર જગ્યાઓમા ફેરફાર વધારો/ઘટાડો કરવો નહી. કર્મચારીના હેડકવાર્ટરમાં ફેરફાર કરવો નહી હાલમાં મળતા લાભો અટકાવવા નહી, કિન્નાખોરી રાખવી/દાખવવી નહી, તેમજ કંપનીના ઔદ્યોગીક વિવાદધારા-૧૯૪૭ ની કલમ-૩૩ ની જોગવાઇનો ભંગ કરવો નહી તેવી અમારી માંગણી છે.

(3:55 pm IST)