Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

સામાકાંઠે - જવાહર રોડ પર વેરા શાખાનો સપાટોઃ ૬ મિલ્કતને તાળા

ઇસ્ટ ઝોન ત્થા સેન્ટ્રલ ઝોનની ટેકસ બ્રાંચ દ્વારા બાકી વેરો વસુલવા કડક કાર્યવાહીઃ રૂા. ૩.પ૦ લાખની આવક

રાજકોટ તા. ર૧ :.. મ્યુનિ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકીવેરા વસુલાત માટે કડક ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વેય આજે સામાકાંઠાના વિસ્તારમાં કુવાડવા રોડ પર ૪ મિલ્કત તથા જવાહર રોડ પર બે મિલ્કત સહિલ કુલ ૬ મીલ્કતના રૂા. ૭ લાખનો બાકી વેરો વસુલવા મિલ્કત સીલ કરવામાં આવી છે. આજે રૂા. ૩.પ૦ લાખની આવક થવા પામી છે.

 

ઇસ્ટ ઝોન

 

પુર્વ ઝોનની વેરા વસુલાત શાખા દ્વારા મિલ્કતવેરા રિકવરી ઝૂંબેશ અંતર્ગત તથા વોર્ડ નં. પ અને ૧પ ની ટીમે જામનગર ટ્રાન્સ્પોર્ટ બાજુમાં બાકી રકમ રૂા. ૧,૩૭,૯૩ર ની વસુલાત માટે સીલ કરેલ છે. રોયલ રેસ્ટોરન્ટ, પુનમ સાયકલ, ભારત ટ્રાન્સ્પોર્ટ કુવાડવા રોની મિલ્કતના રૂા. ર,૮૮,૦૦૦ ની બાકી વેરા વસુલાત માટે સીલ કરેલ છે.

આ કામગીરી આસી. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર એમ. ડી. ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરઓની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટ, કુંદન પંડયા, બકુલ ભટ્ટ, હસમુખ કાપડીયા, ભરત રાઠોડ, તથા વિ. દ્વારા કરવામાં આવેલ છે.

સેન્ટ્રલ ઝોન

વર્ષ ર૦૧૭-૧૮ ની વેરા વસુલાત ઝૂંબેશ અંતર્ગત જવાહર રોડ પર આવેલ 'ઓપેરા ટાવર' થર્ડ ફલોર ઓફીસ નં. ૩૦૧ ના યુનિટના બાકી માંગણા રૂા. ૧,ર૪,૧ર૮ ત્થા ફોર્થ ફલોર ઓફીસ નં. ૪૦પ ના બાકી માંગણા રૂા. ૧,૧૬,૭૧૧ નો બાકી વેરો વસુલવા સીલ કરેલ છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસર આરતીબેન નિંબાર્ક, ટેકસ ઇન્સ્પેકટર કમલેશભાઇ ઠાકર, તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.  (પ-૩૪)

(9:12 am IST)