Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ગાંડી વેલ કાઢવા વધુ એક મશીન ખરીદવા સ્ટેન્ડીંગ કમીટીનો નિર્ણયઃ ઉદિત અગ્રવાલ

રાજકોટઃ નદીમાં ઉત્પન્ન થતી ગાંડી વેલને કારણે ઉપસ્થિત થતા ઉપદ્રવના નિરાકરણ માટે આ અગાઉ રાજકોટ મહાનગરપાલિકાએ એક મશીન વસાવ્યું હતું. હવે આગામી ફેબ્રુઆરી-ર૦ર૧માં વધુ એક મશીન રૂ. ૧.૬૦ લાખમાં ખરીદવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમ વહીવટદાર અને મ્યુનિ. કમિશ્નરશ્રી ઉદિત અગ્રવાલે જાહેર કર્યું છે. આ અગાઉ ગાંડી વેલ દુર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ આધુનિક મશીનને તા. ૦૧-૦૧-ર૦ર૧ના રોજ રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ફલેટ આપેલ તે અહીં યાદ અપાવવું જરૂરી છે. દરમિયાન મ્યુનિ. કમિશનરશ્રીએ બેડી પાસે અગાઉ ઉપલબ્ધ કરાયેલ મશીન દ્વારા ગાંડી વેલ દુર કરવાની કામગીરી નિહાળી હતી અને વધુ એક મશીન માટેની વહીવટી મંજૂરી પણ આજે આપવામાં આવેલ છે. કમિશનરશ્રી આજે જણાવ્યું હતું કે, ગાંડી વેલના કારણે ઉત્પન્ન થતા મચ્છર સહિતના ઉપદ્રવ દુર કરવા રાજકોટ મહાનગરપાલિકાએ આધુનિક મશીનરી વસાવવાનું શરૂ કર્યું છે. આ કામગીરી વધુ અસરકારક રીતે થાય તે માટેની આ વ્યવસ્થાને મજબુત બનાવવામાં આવી રહી છે. આગામી ફેબ્રુઆરી-ર૦ર૧ માસમાં વધુ એક મશીન પ્રાપ્ત થતા મહાનગરપાલિકા પાસે કુલ બે મશીનો ઉપલબ્ધ બનશે અને તેના સહારે કામગીરીને વેગ મળશે.

(4:00 pm IST)
  • પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું દુઃખદ અવસાન: ગાંધીનગર: મોરવા હડફના પૂર્વ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટનું લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું છે access_time 11:43 am IST

  • મે મહિનામાં યોજાશે કોગ્રેસ અધ્યક્ષની ચૂંટણી : સીડબલ્યુસીની બેઠકમાં લેવાયો નિર્ણય access_time 12:14 pm IST

  • દેશમાં કોરોના હાંફી ગયો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,692 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,25,420 થઇ :એક્ટિવ કેસ 1,86,558 થયા: વધુ 16,288 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,81,391 થયા :વધુ 147 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,053 થયા access_time 1:02 am IST